Parliament security breach : ગઇકાલે સંસદની સુરક્ષામાં ચૂકના મામલે આજે ગૃહમાં વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો કર્યો હતો.વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રી અને આરોપીઓનું નિવેદન આપનાર ભાજપ સાંસદ સામે કાર્યવાહીની માંગ કરી હતી. જે મામલે અત્યાર સુધીમાં 15 વિપક્ષી સાંસદોને હંગામો કરવા અને ખુરશીનું અપમાન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
15 સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ
સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા 15 સાંસદોમાંથી 9 કોંગ્રેસ, 2 CPM, 1 CPI અને 2 DMK સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ટીએન પ્રથાપન, હિબી એડન, એસ જોતિમણી, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસનો સમાવેશ થાય છે. આ તમામ સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ દરમિયાન વિપક્ષના સાંસદો સતત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનને સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લોકસભામાં વિપક્ષી સાંસદોએ કર્યો હોબાળો
રાજ્યસભા બાદ લોકસભામાં પણ વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ગૃહમાં અરાજકતા ન ફેલાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ગઈકાલની ઘટનાની જવાબદારી લોકસભા સચિવાલયની છે. લોકસભાના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે કે હું તેમની સાથે બેસીને ચર્ચા કરીશ. સરકારને આની સાથે કોઈ લેવાદેવા નથી. ઓમ બિરલાએ કહ્યું કે, સરકાર સચિવાલયના કામમાં હસ્તક્ષેપ કરતી નથી.
લોકસભામાં રક્ષામંત્રીએ આપ્યો જવાબ
રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ સંસદની સુરક્ષામાં ક્ષતિ અંગે લોકસભામાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ગઈકાલની ઘટનાની દરેકે નિંદા કરી છે.આ અંગે સ્પીકરે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આપણે બધા સાંસદોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે એવા લોકોને પાસ ન આપીએ જે ગૃહની અંદર અરાજકતા ફેલાવી શકે. સ્પીકરે આ ઘટનાને તાત્કાલિક નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.
ADVERTISEMENT