Lok Sabha Security Breach : સંસદની સુરક્ષામાં મોટી ખામીના મામલે પટિયાલા હાઉસ કોર્ટે ચાર આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. આ ચાર આરોપીમાં નીલમ આઝાદ, અમોલ શિંદે, સાગર શર્મા અને મનોરંજન ડી. દિલ્હી પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ ચાર પૈકી સાગર શર્મા અને મનોરંજન ડી. જેઓ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં પ્રવેશ્યા હતા અને લોકસભાની કાર્યવાહી દરમિયાન સ્મોક બોમ્બ વડે પીળા કલરનો ધુમાડો કર્યો હતો.નીલમ આઝાદ અને અમોલ શિંદે કે જેમણે સંસદ ભવન બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
ADVERTISEMENT
શું દલીલો કરવામાં આવી?
દિલ્હી પોલીસના વકીલે કોર્ટને જણાવ્યું કે, આ કેન મહારાષ્ટ્રમાંથી ખરીદવામાં આવ્યું હતું. આરોપીઓ અલગ-અલગ જગ્યાના છે. આવી સ્થિતિમાં આરોપીઓને લખનઉ, ગુરુગ્રામ અને મૈસૂર સહિત કોર્ટમાં હાજર કરવામાં આવે છે. દિલ્હી પોલીસની આ દલીલ પર આરોપીના રિમાન્ડ વકીલે કહ્યું કે, તપાસ માટે 5 દિવસ પૂરતા છે.
8 સુરક્ષાકર્મીઓ સસ્પેન્ડ
સંસદની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત રહે છે. સાથે જ જગ્યાએ-જગ્યાએ સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. કોઈપણ બહારના વ્યક્તિ માટે સુરક્ષામાં ભંગ કરવો શક્ય નથી. આવી સ્થિતિમાં આ બે યુવકો અંદર કેવી રીતે ઘુસી ગયા? ગૃહ મંત્રાલયે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. લોકસભા સચિવાલયે આ મામલે સંસદની સુરક્ષામાં તૈનાત 8 સુરક્ષાકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે અને તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
શું છે સમગ્ર મામલો?
સંસદ હુમલાની વરસી પર ફરી એકવાર સંસદની સુરક્ષામાં ચૂક થઈ છે. બે યુવાનોએ સંસદની અંદર અને એક યુવતી અને એક યુવકે સંસદની બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક યુવક હજુ ફરાર છે. કહેવામાં રહ્યું છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ આજે બપોરે લગભગ 2 વાગ્યે પાંચેય આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરશે.
ADVERTISEMENT