Budget Session 2024: Modi સરકારના 10 વર્ષના કામકાજનો હિસાબ… વાંચો રાષ્ટ્રપતિના સંબોધનની ખાસ વાતો

આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિએ બંને ગૃહોને કર્યા સંબોધિત મોદી સરકારનું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ કર્યું રજૂ Budget Session 2024: આજથી…

gujarattak
follow google news
  • આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર
  • રાષ્ટ્રપતિએ બંને ગૃહોને કર્યા સંબોધિત
  • મોદી સરકારનું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ કર્યું રજૂ

Budget Session 2024: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. તે પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરતા મોદી સરકારના 10 વર્ષના કામકાજનો હિસાબ આપ્યો. આ દરમિયાન તેઓએ કહ્યું કે, આ નવા સંસદ ભવનમાં મારું પ્રથમ સંબોધન છે. આપણા બંધારણના અમલનું પણ આ 75મું વર્ષ છે. ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે.

રાષ્ટ્રપતિના સંબોધનની મુખ્ય વાતો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આઝાદીના અમૃતકાળની શરૂઆતમાં આ ભવ્ય ભવનનું નિર્માણ થયું છે. અહીં એક ભારત શ્રેષ્ઠ ભારતની મહેક પણ છે. ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ચેતના પણ છે. અહીં આપણી લોકશાહી અને સંસદીય પરંપરાઓનું સન્માન કરવાની પ્રતિજ્ઞા પણ છે.

તેમણે જણાવ્યું કે, આ આપણા બંધારણના અમલનું પણ 75મું વર્ષ છે. આ જ સમયગાળામાં આઝાદીના 75 વર્ષની ઉજવણી, અમૃત મહોત્સવ પણ સંપન્ન થયો છે. દેશે તેના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા. 75 વર્ષ પછી યુવા પેઢીએ ફરી સ્વતંત્રતા સંગ્રામનો એ સમયગાળો જીવ્યો.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, મેરી માટી, મેરા દેશ અભિયાન હેઠળ દેશભરના દરેક ગામની માટ્ટીની સાથે અમૃત કળશ દિલ્હી લવાયો છે. 2 લાખથી વધુ શિલા ફલકમ સ્થાપિત કરાઈ છે. 70 હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ થયું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુપ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર પ્રથમ દેશ બન્યો છે. G20ની સફળતાએ સમગ્ર વિશ્વમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવી છે. રામ મંદિરના નિર્માણની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી, તે સપનું આજે અમારી સરકારમાં પૂરું થઈ ગયું છે. દેશમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ગયા વર્ષે વિશ્વએ બે મોટા યુદ્ધ જોયા, વૈશ્વિક કટોકટી છતાં દેશમાં મોંઘવારી વધવા દીધી નથી.

તેઓએ જણાવ્યું કે, સરકારે ઉજ્જવલા યોજના પર 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. 11 કરોડ ઘરોને પહેલીવાર નળ સે જલ યોજના સાથે જોડવામાં આવ્યા છે. આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર આપવામાં આવી રહી છે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈ શંકાઓ હતી. આજે તે ઈતિહાસ બની ચૂકી છે. આ જ સંસદે ટ્રિપલ તલાક વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો છે. મારી સરકારે વન રેન્ક વન પેન્શન પણ લાગુ કર્યું છે, જેની ચાર દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી. OOPના અમલીકરણ પછી પૂર્વ સૈનિકોને અંદાજે રૂ. 1 લાખ કરોડ મળી ચૂક્યા છે. ભારતીય સેનામાં પ્રથમ વખત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે.

ભારતની નિકાસ લગભગ 450 બિલિયન ડોલરથી વધીને 775 બિલિયન ડોલરથી વધુ થઈ ગઈ છે. FDI પહેલાની સરખામણીએ બમણું થયું છે. ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોના વેચાણમાં ચાર ગણાથી વધુનો વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં મારી સરકારે સુશાસન અને પારદર્શિતાને દરેક વ્યવસ્થાનો મુખ્ય આધાર બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન દેશને ઈન્સોલ્વેન્સી અને બેન્કર્ષ્ટી કોડ મળ્યો છે. GSTના રૂપમાં દેશને એક દેશ એક ટેક્સ કાયદો મળ્યો છે તેવું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંબોધનમાં જણાવ્યું છે.

ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ડિફેન્સ કોરિડોર વિકસાવવામાં આવી રહ્યો છે. મારી સરકારે ડિફેન્સ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સુનિશ્ચિત કરી છે. સરકારે યુવા સ્ટાર્ટઅપ્સ માટે સ્પેસ સેક્ટર પણ ખોલી દીધું છે.

    follow whatsapp