વિનેશ ફોગાટ સાથે શું થયું, સરકારે શું લીધા એક્શન...રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું

Vinesh Phogat Wrestling Final: ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો. આ અંગે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે લોકસભામાં મોટું નિવેદન આપ્યું.

Vinesh Phogat Wrestling Final

સંસદમાં ગુંજ્યો વિનેશ ફોગાટનો મુદ્દો

follow google news

Vinesh Phogat Wrestling Final: ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો. આ અંગે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે લોકસભામાં મોટું નિવેદન આપ્યું. પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાંથી મહિલા પહેલવાન વિનેશ ફોગાટના બહાર થયા બાદ ભારતે આ મામલે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે વિનેશ ફોગાટ પર રમતગમત મંત્રી મનસુખ માંડવિયા નિવેદન આપી રહ્યા હતા, ત્યારે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

PM મોદીએ મેળવી માહિતી: મનસુખ માંડવિયા

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં કહ્યું કે, પીએમ મોદીએ આ અંગે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા સાથે ફોન પર વાત કરી અને તેમણે આ સમગ્ર મામલે માહિતી મેળવી છે. સાથે જ તેમણે એવી પણ માહિતી મેળવી કે હવે ભારતની પાસે ક્યા વિકલ્પો છે. પીએમ મોદીએ વિનેશ ફોગાટના મામલામાં મદદ માટે તમામ વિકલ્પો પર વિચાર કરવા માટે કહ્યું છે. પીએમ મોદીએ પીટી ઉષાને વિનંતી કરી કે તેઓ વિનેશ ફોગાટને મદદ કરવા માટે તેમની અયોગ્યતા સામે સખત વિરોધ નોંધાવે.

લગભગ 100 ગ્રામ વધારે હતું વજનઃ મનસુખ માંડવિયા

તેણે વધુમાં કહ્યું કે, ભારતીય રેસલર વિનેશ ફોગાટને નિર્ધારિત કેટેગરીમાં વધારે વજન હોવાના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થવું પડ્યું. વિનેશ ફોગાટ 50 કિલોગ્રામની કેટેગરીમાં રમે છે. તેમનું વજન લગભગ 100 ગ્રામ વધારે હતું, જેના પછી તેમને ઓલિમ્પિક મહિલા કુસ્તીમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા. ભારતે અયોગ્યતા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે.

દેશવાસીઓએ વ્યક્ત કર્યો વિરોધ

આ અંગે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષનું કહેવું છે કે સરકારે એ નથી જણાવ્યું કે વિનોશ ફોગાટના અયોગ્ય જાહેર થવા પાછળ કોણ જવાબદાર છે. તમને જણાવી દઈએ કે દેશને વિનોશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી. મેચ પહેલા જ તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા અને ઓલિમ્પિકમાંથી બહાર કરવામાં આવ્યા. જેને લઈને દેશવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ સોશિયલ મીડિયા પર આનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

    follow whatsapp