અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોશિયએશનના પ્રમુખ પદ પર એમપી પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપ પ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી અને ખજાનચીના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ક્રિકેટ એસોશિએશનની વાર્ષિક સભા દરમિયાન મળેલી સાધારણ સભામાં નથવાણી અને ટર્મ 2022થી 2025 દરમિયાનના હોદ્દેદારોને બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પિતાએ પુત્રને પાઠવ્યા અભિનંદન
ગુજરાત ક્રિકેટ એસોશિએશનની 86મી વાર્ષિક સભા આજે મળી હતી. દરમિયાન તમામ સભ્યોએ બીસીસીઆઈ સેક્રેટરી, એશિય ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન તથા આસીસી ફાઈનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટિના પ્રમુખ જય શાહનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેમણે પણ દરેકને અભિનંદન પાઠવ્યા હતા. આજે મળેલી વાર્ષિક સાધારણ સભામાં સંસદ સભ્ય અને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને ગુજરાત ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ પદ પર ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ અંગે તેમણે પોતે પણ પોતાના દિકરાને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે ગુજરાત ક્રિકેટ વધુ ઉંચાઈ પર પહોંચશે.
બિન હરીફ વિજેતા જાહેર
આ દરમિયાન ચૂંટણી અધિકારી વરેશ સિન્હા દ્વારા ટર્મ 2022થી 25 સુધીના હોદ્દેદારોને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે ધનરાજ નથવાણી, ઉપ પ્રમુખ તરીકે હેમંત કોન્ટ્રાક્ટર, સેક્રેટરીના પદ માટે અનિલ પટેલ, જોઈન્ટ સેક્રેટરીના પદ માટે મયુર પટેલ તથા ખજાનચી તરીકે ભરત માંડલિયાને જાહેર કરવામાં આવ્યા હતા.
(વીથ ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT