કોલકાતા પોલીસ સામે પરેશ રાવલ કેમ હાઈકોર્ટ પહોંચ્યા? ગુજરાતની ચૂંટણી સાથે છે મામલાનો સંબંધ

કોલકાતા: ભાજપ નેતા અને બોલિવૂડ એક્ટર પરેશ રાવલે કોલકાતા પોલીસ સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોલકાતા પોલીસે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાની ફરિયાદ પર પરેશ રાવલ સામે…

gujarattak
follow google news

કોલકાતા: ભાજપ નેતા અને બોલિવૂડ એક્ટર પરેશ રાવલે કોલકાતા પોલીસ સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોલકાતા પોલીસે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાની ફરિયાદ પર પરેશ રાવલ સામે ફરિયાદ નોંધી હતી. તેમના પર ગુજરાતની ચૂંટણીની રેલીમાં બંગાળી સમાજ વિરુદ્ધ નફરતવાળું ભાષણ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પોલીસ સમક્ષ હાજર થવા પરેશ રાવલને સમન્સ
બંગાળીઓને બાંગ્લાદેશી બોલાવવા પર પરેશ રાવલ વિરુદ્ધ કોલકાતા પોલીસે FIR નોંધી હતી. કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ રાજ શેખર મંથા બે ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરશે. આ પહેલા કોલાકાતા પોલીસે પરેશ રાવલને સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તેઓ પોલીસ સામે હાજર નહોતા થયા. તેમણે પોલીસ સામે હાજર થવા માટે વધારે સમય માગ્યો હતો.

શું હતો મામલો?
નોંધનીય છે કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં વલસાડમાં એક રેલીમાં પરેશ રાવલે કહ્યું હતું કે, ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેના ભાવ ઘટી જશે, લોકોને રોજગારી પણ મળી જશે, પરંતુ દિલ્હીની જેમ રોહિંગ્યા પ્રવાસી અને બાંગ્લાદેશી તમારી પાસે આવીને રહેવા લાગશે ત્યારે શું કરશો? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી પકવશો? આ નિવેદન બાદ પરેશ રાવલ સામે કોલકાતા પોલીસ IPCની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.

    follow whatsapp