શરમજનક! iphone ખરીદીને રિલ્સ બનાવવા માટે માતા-પિતાએ 8 મહિનાના બાળકને વેચી દીધું

પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કપલને કથિત રીતે ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો એટલો શોખ હતો કે તેણે પોતાના 8 મહિનાના બાળકને…

gujarattak
follow google news

પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કપલને કથિત રીતે ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો એટલો શોખ હતો કે તેણે પોતાના 8 મહિનાના બાળકને વેચી દીધું. દંપતી પાસે પૈસા ન હતા અને તેઓ રીલ્સ બનાવવા માટે iPhone 14 ખરીદવા માંગતા હતા, તેથી તેઓએ બાળકને વેચી દીધું. આ સમગ્ર મામલો ઉત્તર 24 પરગણા જિલ્લાનો છે. પોલીસે બાળકને કબજે કરી તેની માતાની ધરપકડ કરી લીધી છે.

8 મહિનાના બાળકને વેચીને આઇફોન ખરીદ્યો
પોલીસનું કહેવું છે કે બાળકને વેચ્યા બાદ માતા-પિતા રીલ બનાવતા હતા. પોલીસે બાળકની માતા પ્રિયંકા ઘોષ અને બાળકને ખરીદનાર મહિલાની ધરપકડ કરી છે. જો કે બાળકના પિતા જયદેવ હજુ ફરાર છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો કપલ પર ગુસ્સો દર્શાવી રહ્યા છે અને વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

વાસ્તવમાં પડોશીઓએ જોયું કે આ કપલનું વર્તન થોડું બદલાઈ ગયું છે. પછી તેમના 8 મહિનાના બાળકને પણ કોઈએ જોયું ન હતું. આવી સ્થિતિમાં, શંકાના આધારે કોઈએ પોલીસને જાણ કરી કે જે ઘરમાં પૈસા એટલા તંગી છે કે ખાવાના પણ ફાંફાં છે. અચાનક આટલો મોંઘો આઇફોન તેમની પાસે કેવી રીતે આવ્યો? આ અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે બાળકની માતા, પિતા ફરારની ધરપકડ કરી હતી
પોલીસે આ મામલે તપાસ કરી અને માતાને બાળક ક્યાં છે તે પૂછ્યું. શરૂઆતમાં તેણે ગેરમાર્ગે દોર્યા. પરંતુ પોલીસની કડકાઈ સામે તે ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો. મહિલાએ જણાવ્યું કે તેણે પોતાનું બાળક વેચી દીધું છે અને આ પૈસાથી iPhone ખરીદ્યો છે, જેમાં ઉપયોગ પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ જગ્યાએ ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે કર્યો છે. આ પહેલા પિતાએ પોતાની 7 વર્ષની પુત્રીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પિતા જયદેવ ફરાર છે અને પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

    follow whatsapp