ઋષભ પંતની ગાડીમાં 9 ગિયર, સેકન્ડોમાં 100 ની સ્પીડ અત્યાધુનિક સુરક્ષા ફીચરથી લેસ હતી ગાડી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. પંત નવી દિલ્હીથી ઉતરાખંડના રુડકી જઇ રહ્યા…

gujarattak
follow google news

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. પંત નવી દિલ્હીથી ઉતરાખંડના રુડકી જઇ રહ્યા હતા. વહેલી સવારે 5.15 વાગ્યે નારસન બોર્ડર પર તેમની Mercedes Benz કાર માર્ગના રેલિંગ સાથે ટકરાઇ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ટક્કર એટલી ભયાનક હતી કે,ગાડી ફિલ્મી સ્ટાઇલે હવામાં ગુંલાટીઓ મારતા મારતા રોડની બીજી તરફ પટકાઇ હતી.

ગાડીમાં ફ્લુડ લીક થવાના કારણે આગ લાગી હોવાની શક્યતા
ગાડીની વિંડસ્ક્રિન તોડીને પંત બહાર નિકળ્યાની સેકન્ડોમાં જ ગાડી ભડભડ સળગી ગઇ હતી. જોત જોતામાં સમગ્ર ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે પંતને અકસ્માતના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ તેમની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓ ખતરાની બહાર હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક રીતે તો ગાડીનું ફ્લુડ લીક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઋષભ પંત પહેલાથી જ ગાડીનો શોખીન છે
જો કે મહત્વની બાબત છે કે, ઋષભ પંત ગાડીના શોખીન છે. તેમની પાસે અનેક લક્ઝરી ગાડી છે. દુર્ઘટના સમયે તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે Mercedes Benz GLE43 કૂપે મોડેલ કાર છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેની વેબસાઇટ અનુસાર ગાડીનો રજિસ્ટ્રેશન નંબર DL 10 CN 1717 ગત્ત 25 ડિસેમ્બર 2019 ના રોજ કરવામાં આવ્યો હતો. આ ગાડી ઋષભ પંતના જ નામે છે.

ગાડી 385 કિલોમીટરની સ્પીડ સુધી જઇ શકે છે
Mercedes Benz ની આ ગાડી 2019 મોડલની છે. GLE 43 કુપેમાં કંપનીએ 3 લીટરની ક્ષમતાનું DOHC ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન છે. આ એન્જિન મહત્તમ 385.87 BHP નો ટોર્ક અને 520 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી માત્ર 5.6 સેકન્ડમાં જ 0 થી 100 ની સ્પીડ પ્રાપ્ત કરી શકે છે.

ગાડીમાં 9 ગીયર આવે છે
આ ગાડીમાં કુલ 9 સ્પીડ ડ્યુઅલ ચેનલ ટ્રાન્સમિશન ગિયર બોક્ષ અપાયું છે. જે કોઇ પણ ડ્રાઇવર માટે ખુબ જ મોટો પડકાર સાબિત થઇ શકે છે. આ કંપનીના પોર્ટફોલિયોમાં GLE 53 ગાડીનો પણ સમાવેશ થાય છે. આ ગાડીની કિંમત 88 લાખ રૂપિયાથી માંડીને 1.25 કરોડ રૂપિયા છે. પંત પાસે જે ગાડી હતી તેની કિંમત 1.10 કરોડ રૂપિયા છે.

ખુબ જ એડવાન્સ ફિચરના કારણે જીવ બચ્યો
આ ગાડીમાં અનેક એડવાન્સ ફીચર્સ અપાયા છે. જેમાં મર્સિડીઝ બેંજ ઇન્ટેલિજન્ટ ડ્રાઇવર, એક્ટિવ પાર્કિંગ એસિસ્ટ, અટેન્શન અસિસ્ટ, ક્રોસવિંડ અસિસ્ટ, એલઇડી ઇન્ટેલિજન્ટ લાઇટ સિસ્ટમ, ડાઉન હીલ સ્પીડ રેગ્યુલેન, ડાયરેક્ટ સ્ટીયર સિસ્ટમ, એડોપ્ટિવ હાઇ બીમ એસિસ્ટ પ્લસ અને ઇલેક્ટ્રીક ટ્રેક્શન સિસ્ટમનો સમાવેશ થાય છે.

ક્રેશ સેંસરના કારણે ગાડી ટકરાય તે પહેલા જ એરબેગ્સ ખુલ્યા
આ ઉપરાંત એન્ટીર લોક બ્રેકિંગ સિસ્ટમ, બ્રેક આસિસ્ટ, સેન્ટ્ર લોકિંગ, પાવર ડોર લોક, ચાઇલ્ડ સેફઅટી લોક, 6 એબેગ, સીટ બેલ્ટ વોર્નિંગ, ડોર અજર વોર્નિંગ, સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ, ફ્રંટ ઇમ્પેક્ટ બીમ્સ, ટ્રેક્શન કંટ્રોલ, એડજસ્ટેબલ સીટ્સ, ટાયર પ્રેશર મોનિટર, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ, એન્જિન ઇમ્મોબિલાઇઝર, ક્રેશ સેંસર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યૂલ ટેંક, એન્જિન ચેક વોર્નિંગ, ઓટોમેટિક હેડ લેમ્પના ફિચરનો પણ સમાવેશ થાય છે.

    follow whatsapp