દિલ્હી: ડિફેન્સ કોલોની વિસ્તારમાં આવેલી એક સ્કૂલને આજે કેમ્પસમાં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો. આ માહિતીથી સમગ્ર શાળામાં ખળભળાટ મચી ગયો હતો અને શાળાને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી છે. ત્યારે આ ઘટનાને લઈ અરેરાટી મચી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, BRT રોડ પર સ્થિત ભારતીય શાળામાં આજે સવારે 10.49 વાગ્યે એક મેઈલ આવ્યો હતો. તેના વિષયમાં બોમ્બની ધમકી લખેલી હતી. મેલમાં લખવામાં આવ્યું હતું કે શાળામાં બોમ્બ મુકવામાં આવ્યો છે. આ મેલ મળતાની સાથે જ શાળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસને જાણ કરતાં તરત જ શાળા ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ સાથે સ્કૂલે પહોંચી હતી.
બોમ્બ હોવાના ઈમેલને લઈ સ્કૂલની બહાર ભીડ એકઠી થઈ ગઈ છે અને પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સ્કૂલમાં તપાસ કરી રહી છે. ઘટના બાદથી બાળકો અને શાળાના સ્ટાફમાં ભયનો માહોલ છે. તે જ સમયે, આ સમાચાર મળતા, બાળકોના માતાપિતા પણ શાળાએ પહોંચ્યા. જો કે બોમ્બ મળવાની ધમકી સાચી છે કે પછી કોઈની કરતૂત છે તે બાબત તપાસ બાદ જ બહાર આવશે.
આ પણ વાંચો: પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગઃ 4 જવાન શહીદ, વિસ્તાર સીલ
આ સમગ્ર મામલો સાદિક નગર સ્થિત ઈન્ડિયા સ્કૂલનો છે. જ્યાં ઈમેલ દ્વારા શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. માહિતી મળતાની સાથે જ પોલીસે સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવી દીધી છે. દિલ્હી પોલીસની સાથે બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સમગ્ર શાળાનું ચેકિંગ હાથ ધર્યું છે. અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT