ઈરાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ જ પાકિસ્તાન બોખલાઈ ગયું છે. હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે પાકિસ્તાને ઈરાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તેને લઈને હજુ સુધી જાણકારી સામે આવી નથી. ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
પાકિસ્તાનનો આરોપ
પાકિસ્તાનનો દાવો છે કે બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી ઈરાનમાં રહીને પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ઘડે છે અને હુમલા કરે છે. પાકિસ્તાનનો દાવો છે કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને તેને મદદ કરે છે. ઈરાને હંમેશાથી આવા દાવાઓને નકારતું આવ્યું છે.
બલૂચિસ્તાન પાકિસ્તાનનો કરે છે વિરોધ
વાસ્તવમાં ઉત્તરમાં બલૂચિસ્તાનની સરહદ અફઘાનિસ્તાન અને પશ્ચિમમાં ઈરાન સાથે જોડાયેલી છે. બલૂચિસ્તાન હંમેશાથી ખનિજ સંસાધનોથી સમૃદ્ધ પ્રાંત રહ્યો છે. બલૂચિસ્તાન હંમેશા પાકિસ્તાનથી પોતાની આઝાદીની માંગ કરતું આવ્યું છે. સાથે જ પોતાના વિસ્તારમાંથી મહત્વપૂર્ણ ખનીજ સંસાધનોને કાઢવાનો વિરોધ કરતું આવ્યું છે. પહેલા અહીં પાકિસ્તાન ખનિજ સંસાધનોનું શોષણ કરતું હતું અને બાદમાં તેણે ચીનને મંજૂરી આપી હતી, ત્યારથી બલૂચ નાગરિકોનો વિરોધ વધી ગયો છે. આ વિરોધને કારણે BLA અને BLF જેવા સંગઠનો પાકિસ્તાની સૈન્ય દળો અને ચીની સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે.
ઈરાને કરી હતી એરસ્ટ્રાઈક
આ પહેલા પાકિસ્તાને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાને એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં બે બાળકોના મોત થઈ હતા અને અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાને વિદેશ મંત્રાલયમાં ઈરાનના પ્રભારી રાજદૂતને બોલાવીને ‘તેના એરસ્પેસના ઉલ્લંઘન’ની સખત નિંદા કરી હતી.