15મી ઓગસ્ટે આ પાકિસ્તાનીએ એવી ભેટ આવી કે ભારતીયો દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે

આજે 15મી ઓગસ્ટે ભારતે પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભારતની આ ઉજવણીમાં અન્ય દેશોના લોકોએ પણ સામેલ થઈને શુભકામનાઓ પાઠવી હતી. કેટલાક શુભકામના…

gujarattak
follow google news

આજે 15મી ઓગસ્ટે ભારતે પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભારતની આ ઉજવણીમાં અન્ય દેશોના લોકોએ પણ સામેલ થઈને શુભકામનાઓ પાઠવી હતી. કેટલાક શુભકામના મેસેજ તો એવા છે કે તેમણે લોકોનું દિલ જીતી લીધું. એવી જ એક શુભકામના પાકિસ્તાની રબાબ આર્ટિસ્ટ સિયાલ ખાને આપી છે, તેણે ભારતના રાષ્ટ્રગીતની ધુન વગાડીને સૌ કોઈનું મન મોહી લીધું અને નફરતથી આગળ વધીને પાકિસ્તાનથી હિન્દુસ્તાન માટે પ્રેમનો સંદેશ મોકલ્યો છે.

રબાબ પર વગાડ્યું ભારતનું રાષ્ટ્રગીત
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના રબાબ આર્ટિસ્ટ સિયાલ ખાનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેને સ્વતંત્રતાના ખાસ અવસર પર ભારતને લોકો ખાસ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં રાષ્ટ્રગીતની મધુર ધુન સાથે સાથે સુંદર પહાડોનો નજારો પણ દેખાઈ રહ્યો છે. ભારતના રાષ્ટ્રગીતની ધુનને રબાબ પર વગાડી રહેલા સિયાલ ખાને વીડિયો શેર કરતા એક ખાસ મેસેજ પણ લખ્યો છે. સિયાલ ખાને વીડિયોને શેર કરતા લખ્યું કે, ‘સરહદ પાર મારા વ્યૂઅર્સ માટે એક ભેટ.’

ભારતની આઝાદીના સેલિબ્રેશનમાં જોડાયો પાકિસ્તાની
ખાસ વાત એ છે કે સિયાલ ખાન આ પહેલા ઘણીવાર ભારતીય ગીતની ધુનને પોતાના રબાબ દ્વારા વગાડીને લોકોના દિલ જીતી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા જ તેણે આમિર ખાનની ફિલ્મ ફનાના એક ગીતને વગાડતો વીડિયો શેર કર્યો હતો. પાકિસ્તાન અને હિન્દુસ્તાનની સરહદ ભલે અલગ છે, પરંતુ કલાકારો માટે આજે પણ બંને દેશ એક જેવા જ છે. તેનું જ એક મોટું ઉદાહરણ સિયાલ ખાન છે, જેણે ભારતની આઝાદીનું સેલિબ્રેશન પોતાના અંદાજમાં મનાવીને સોશિયલ મીડિયા પર લોકોની વાહવાહી મેળવી છે.

લાખો લોકોએ જોયો સિયાલ ખાનનો વીડિયો
સિયાલ ખાને વીડિયો પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ એટલે કે 14મી ઓગસ્ટે રિલીઝ કર્યો હતો. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો પર મોટી સંખ્યામાં ભારતીય લોકો પ્રશંસા કરી રહ્યા છે અને સિયાલ ખાનને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

    follow whatsapp