પાકિસ્તાન-ચીન તરફથી Ram Mandir ની વેબસાઈટ હેક કરવા સાયબર ચાંચિયાઓનો પ્રયાસ

Pakistani and Chinese hackers tried to bring down Ram Mandir website: રામમંદિરની ભવ્યતા આજે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. એવામાં જયારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હતો ત્યારે એક તરફ ઉજવણી ચાલતી હતી તો બીજી બાજુ સાયબર સેલ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ એક મોટા ખતરા સામે લડી રહી હતી. વાસ્તવમાં, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, સાયબર હેકર્સની નજર રામ મંદિર સાથે જોડાયેલી તમામ વેબસાઇટ પર હતી.

ચાંચિયાઓએ 15 મિનિટમાં 5 કરોડથી વધુ પ્રયાસો કર્યા

hackers tried to bring down Ram Mandir website

follow google news

Pakistani and Chinese hackers tried to bring down Ram Mandir website: રામમંદિરની ભવ્યતા આજે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે.  એવામાં જયારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હતો ત્યારે એક તરફ ઉજવણી ચાલતી હતી તો બીજી બાજુ સાયબર સેલ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ એક મોટા ખતરા સામે લડી રહી હતી. વાસ્તવમાં, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, સાયબર હેકર્સની નજર રામ મંદિર સાથે જોડાયેલી તમામ વેબસાઇટ પર હતી. હેકર્સે રામ મંદિરની સાથે જોડાયેલી તમામ વેબસાઈટ પર ઘણી વખત ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સરકારની સતર્કતાને કારણે મોટી ઘટના થતા અટકી હતી. 

ભારતની ઉજવણી પર ચીનની ખરાબ નજર!

દેશમાં રામમંદિરની ઉજવણીના સમયે ચીન અને પાકિસ્તાનના હેકર્સ રામ મંદિર સાથે જોડાયેલા સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેકની તકની રાહ જોઈ રહ્યા હતા. લગભગ 140 આઈપી એડ્રેસ દ્વારા રામ મંદિર, પ્રસાર ભારતી અને ઉત્તર પ્રદેશના વેબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામને સરકાર દ્વારા બ્લોક કરતા ફરીથી એક પ્રયાસ કરવામાં આવ્યો જેને પહોંચી વળવા સરકારે 1244 આઈપી એડ્રેસ બ્લોક કર્યા. તેમાંથી લગભગ 999 આઈપી એડ્રેસ ચીન સાથે જોડાયેલા હતા.

ચાંચિયાઓએ 15 મિનિટમાં 5 કરોડથી વધુ પ્રયાસો કર્યા

એટલું જ નહીં વેબસાઈટને ક્રેશ કરવામાં માટેની પણ તમામ યોજનાઓ બનાવવામાં આવી હતી. હૈદરાબાદમાં બે જગ્યાએથી 15 મિનિટમાં જ સરકારી વેબસાઈટ ખોલવાના 5 કરોડથી વધુ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ બાબત પણ દેશની સાયબર સેલ સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ સમયસર સંભાળી લેવામાં આવી હતી. 

ચીની અને પાકિસ્તાની હેકર્સની ખરાબ નજર

અહેવાલો અનુસાર, આ સમયે ભારતના પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનના હેકર્સ અને સાયબર ચાંચિયાની ખરાબ નજર હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે હેકર્સે રામ મંદિર, પ્રસાર ભારતી અને ઉત્તર પ્રદેશના સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નિશાન બનાવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા હતા. પરંતુ આપણી સુરક્ષા એજન્સીઓના કારણે તે હજુ સુધી શક્ય થઈ બની નથી. 

    follow whatsapp