નવી દિલ્હી : PM Modi ના લક્ષદ્વીપ મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અરબ સાગરમાં પન્નાની જેવો આ દ્વીપ સમુહ આમ તો ભારતનો હિસ્સો છે, પરંતુ તેના અંગે ચર્ચા ઓછી જ થાય છે. કહેવાય છે કે, મહાત્મા ગાંધીની હત્યાના અઠવાડીયાઓ બાદ લક્ષદ્વીપ સુધી તેની ખબર પહોંચી હતી. દેશના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનની નજર પણ આ દ્વીપસમુહ પર હતી. તો પછી કઇ રીતે લક્ષદ્વીપ ભારતનો હિસ્સો બન્યું તે વાત પણ ખુબ જ રસપ્રદ છે.
ADVERTISEMENT
ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન જિન્ના ઇચ્છતા હતા કે, હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો હોવાના કારણે પાકિસ્તાનમાં જોડાય. સરદાર પટેલની હિમ્મત અને સુઝબુઝના કારણે આ રજવાડાઓ ભારતથી અલગ થતા અટકાવી દેવાયા. જ્યારે આ વિસ્તારો ભારતમાં જોડવામાં આવી રહ્યું હતું ત્યારે લક્ષદ્વીપ તેનાથી બચેલું હતું.
દુરનો વિસ્તાર હોવાના કારણે તેના પર કોઇ પણ દેશનું ધ્યાન ત્યાં તુરંત પહોંચ્યું નહોતું. બંન્ને પોતપોતાની રીતે મેનલેડ રજવાડા સાથે પોતાની સાથે સમ્મેલિત કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. સરદાર પટેલે પોતાની દુરદર્શિતાથી સાડાપાંચસોથી વધારે રજવાડા ભારતમાં સમ્મેલિત કર્યા હતા. 1947 ના અંતિમ દિવસોમાં બંન્ને દેશોની એકસાથે તેના પર નજર પડીહ તી. વેપારથી માંડીને સુરક્ષા દ્રષ્ટીએ આ દ્વીપસમુહ ખુબ જ મહત્વના હતા.
પાકિસ્તાને વિચાર્યું કે, મુસ્લિમ બહુમતી હોવાના કારણે લક્ષદ્વીપ પર કબ્જો સરળ થઇ જશે. જો કે તે જ સમયે સરદાર પટેલનું પણ ધ્યાન ગયું. તેમણે દક્ષિણી રજવાડાના મુદાલિયર ભાઇઓને કહ્યું કે, તેઓ સેના લઇને તત્કાલ લક્ષદ્વીપ તરળ નિકળે. રામાસ્વામી અને લક્ષ્મણસ્વામી મુદાલિયર ત્યાં પહોંચ્યા અને ત્રિરંગો ફરગાવી દીધો હતો.
અલગ અલગ વેબસાઇટ્સમાં ઉલ્લેખ છે કે, ભારતના પ્રતિનિધિઓ પહોંચ્યાના થોડા જ સમય બાદ પાકિસ્તાની યુદ્ધ જહાજ પણ ત્યાં પહોંચ્યું હતું, જો કે ભારતીય ઝંડાને ફરકતા જોઇને તેઓ પરત ફરી ગયા. આ પ્રકારે લક્કાદ્વીપ, મિનિકોય અને અમીનદીવી દ્વીપસમુહ ભારત સાથે જોડાઇ ગયા.
પહેલા પણ મૈસુર રજવાડા અંતર્ગત આવતા હતા દ્વીપ
લક્ષદ્વીપના મિનિકોય હિસ્સા પર મૈસુરના ટીપૂ સુલ્તાનનું સામ્રાજ્ય રહી ચુક્યું છે. વર્ષ 1799 માં ટીપૂની હત્યા બાદ આ દ્વીપ બ્રિટિશ શાસનના આધીન ગયો હતો. ભારતનો ઝંડો ફરકાવ્યા બાદ 1956 માં તેને યૂનિયન ટેરિટરીનો દરજ્જો અપાયો. ભાષાના આધારે તેને મદ્રાસ રેસિડેન્સી ઓફ ઇન્ડિયા સાથે જોડવામાં આવ્યું હતું કારણ કે દ્વીપ પર સૌથી વધારે દક્ષિણી ભાષાઓ બોલતા હતા. વર્ષ 1971 માં આ આઇલેન્ડ્સનું સંયુક્ત નામ લક્ષદ્વીપ રાખવામાં આવ્યું.
બૌદ્ધ અને હિંદુ વસ્તીએ અપનાવ્યો ઇસ્લામ
સૌથી પહેલા લક્ષદ્વીપનો ઉલ્લેખ ગ્રીક પ્રવાસીઓએ કહ્યો છે. આ દ્વીપને ખુબ જ સુંદર અને અનટચ ગણાવતા કહ્યું કે, ત્યાં સમુદ્રી કાચબાનો શિકાર આરામથી થઇ શકે છે. સાતમી સદીની આસપાસ અહીં ક્રિશ્ચિયન અને અરબ વેપારીઓ આવવા લાગ્યા. દ્વીપના ધાર્મિક રૂપરંગ બદલાવા લાગ્યા. આ અગાઉ અહીં બૌદ્ધ અને હિંદુ વસ્તી રહેતીહ તી. 11 મી સદીમાં ડેમોગ્રાફી બદલી અને મોટા ભાગના લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો. અહીંની હાલ 95 ટકા વસ્તી મુસ્લિમ છે.
ભારત માટે કેમ જરૂરી છે આ દ્વીપસમુહ
36 નાના નાના દ્વીપોનો આ સમુહ દેશની સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ મહત્વનો છે. ભારતીય સુરક્ષા થિંકટેક યૂનાઇટેડ સર્વિસ ઇસ્ટીટ્યુશન ઓફ ઇન્ડિયાના અનુસાર અંડમાન અને નિકોબાર દ્વીપ પ્રશાંતથી હિંદ મહાસાગરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ છે. એટલું જ નહી મહત્વનો રોલ લક્ષદ્વીપ છે. અરબ સાગરમાં વેંટેજ પોઇન્ટ તરીકે કામ કરે છે. એટલે કે અહીં દુર દુર સુધી જહાજો પર નજર રાખી શકાય છે. ચીનના વધતા સમુદ્રી દબદબા વચ્ચે ભારત લક્ષદ્વીપમાં મજબુત બેઝ તૈયાર કરી રહ્યું છે. જેથી સમુદ્રમાં ચાલી રહેલી એક્ટિવિટિ પર નજર રાખી શકાય.
કેમ પરમીટ લેવી પડે છે
લક્ષદ્વીપ ભલે ભારતનો હિસ્સો હોય પરંતુ અહીં જવા માટે ભારતીયોએ એક પરમિટ લેવી જરૂરી છે. લક્ષદ્વીપ ટુરિઝમની વેબસાઇટ અનુસાર આવું કરવા પાછળનું કારણ અહીં આદિવાસી સમુહની સુરક્ષા અને તેમના કલ્ચરને જાળવી રાખવા માટે કરવામાં આવે છે. વેબસાઇટ અનુસાર દ્વીપ પર 95 ટકા વસ્તી એસટી છે. યૂનિયન ટેરિટરી એડમિનિસ્ટ્રેશન ઓફ લક્ષદ્વીપમાં સ્પષ્ટ છે કે માત્ર સેનાના જવાન જે ત્યાં કામ કરી રહ્યા હોય તેના પરિવાર અને સરકારી અધિકારીઓને આ પરમિટમાંથી મુક્તિ છે.
ઇ પરમીટ પણ લઇ શકાય છે.
ઇ પરમિટ માટે એક ફોર્મ ભરવાનું હોય છે. જેની ફી 50 રૂપિયા છે. આ ઉપરાંત ID ની સેલ્ફ અટેસ્ટેડ કોપી અને પોલીસ કલીયરન્સ સર્ટિફિકેટ જોઇએ છે. પરમિટ મળ્યા બાદ ટ્રાવેલરને લક્ષદ્વીપ પહોંચીને પોલીસ સ્ટેશનમાં તેને સબમીટ કરાવવાનું હોય છે. ટ્રાવેલ એજન્ટની મદદથી કોચ્ચિથી પણ પરમિટ બનાવી શકાય છે.
ADVERTISEMENT