નવી દિલ્હી : પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોની અભદ્ર ટિપ્પણી બાદ હવે અહીં વધારે એક મંત્રીએ ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આ મંત્રીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા શાઝીયા મર્તિએ મોદી સરકારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત ભુલ્યા નથી કે, પાકિસ્તાન એક પરમાણુ શક્તિ છે. જો અમને થપ્પડ પડી તો પાકિસ્તાન તેનો જવાબ થપ્પડથી જ આપશે. પાકિસ્તાન જવાબ આપવાનું જાણે છે. પાકિસ્તાન તે દેશ નથી જે એક ગાલ પર લાફો ભાઇને બીજો ગાળ ધરી દે.
ADVERTISEMENT
શાઝીયાના નિવેદનમાં તે વાતનું દર્દ પણ છલકાયું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે પરોક્ષ રીતે નિશાન સાધતા પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર કહ્યું હતું. તેમણે મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, ભારતમાં મુસલમાનોને સમજી વિચારીને કરેલા કાવત્રા હેઠળ નિશાન બનાવાઇ રહ્યું છે. તેને આતંકવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. દલિતોની સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે આરોપ લગાવ્યો કે, મોદી સરકાર બન્યા બાદથી ધર્મનિરપેક્ષ ભારત હિન્દુત્વના નક્શા કદમ પર ચાલતા જોવા મળી રહ્યા છે. તેમણે આગળ વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે ત્યાં લોહી વહ્યું હતું. શાજિયા મર્રીએ પીસી દરમિયાન આ વાત કબુલ કરી લીધી કે, પાકિસ્તાની સરકાર ક્યારે પણ ભારત સાથે સંબંધો સુધારવના પક્ષમાં નથી રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશમંત્રી બિલાવલ જરદારી ભુટ્ટોએ ગુરૂવારે ન્યુયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને ગુજરાતના કસાઇ પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, હું ભારતને જણાવવા માંગુ છું કે, ઓસામા બિન લાદેન તો મરી ચુક્યા છે. જો કે ગુજરાતનો કસાઇ હાલ પણ જીવીત છે અને ભારતનો પ્રધાનમંત્રી છે.
તેમણે કહ્યું કે, મોદીના પ્રધાનમંત્રી બન્યા પહેલા અમેરિકામાં તેમની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેણે પીએમ મોદી અને વિદેશમંત્રી એસ.જયશંકર પર આરોપ લગાવતા કહ્યું કે, બંન્ને ભારતના નહી પરંતુ આરએસએસના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી છે.
ADVERTISEMENT