નવી દિલ્હી : 74 માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં દેશનાં કુલ 106 ગણમાન્ય નાગરિકોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. યાદીમાં 6 પદ્મ વિભુષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રી પુરસ્કારોથી નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ યાદીમાં 19 મહિલાઓ પણ છે. તે પૈકી એક રવિના ટંડનનો પણ સમાવેશ થાય છે. જ્યારે નાટૂ નાટૂ ગીત કે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું બહુમાન વધાર્યું છે તેના કંપોઝર એમએમ કીરવાનીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાકીર હુસૈન (તબલા વાદક) ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત અનેક દિગ્ગજોનાં નામ પણ આ યાદીમાં સમાવિષ્ટ છે.
ADVERTISEMENT
જાકીર હુસૈન (તબલા વાદક)ને પદ્મ વિભૂષણ જ્યારે વાણી જયરામ અને સુમન કલ્યાણપુરનું નામ પદ્મ ભૂષણમાં સમાવેશ થાય છે. પદ્મશ્રી માટે જોધઇયાબાઇ બૈગા, પ્રેમજીત બારિયા, ઉષા બારલે સહિત અનેક ખ્યાતનામ હસ્તીઓના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પદ્મ પુરસ્કાર 1954 થી દેશના નાગરિકો દેશ માટે સર્વોચ્ચ કામગીરી કરવા બદલ આપવામાં આવે છે. પ્રતિ વર્ષ ગણતંત્ર દિવસના પ્રસંગે જાહેર કરવામાં આવે છે. દેશમાં કલા, સાહિત્ય, શિક્ષણ, ચિકિત્સા, રમત અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનારા નાગરિકોને અપાય છે.
એમએમ કીરવાનીએ RRR માટે નાટુ નાટુ સોંગ કંપોઝ કર્યું તે બદલ તેઓને ગોલ્ડ ગ્લોબ 2023 નો એવોર્ડ પણ મળી ચુક્યો છે. ઉપરાંત આ ગીત બેસ્ટ ઓરિજનલ સોંગ કેટેગરીમાં ઓરસ્કાર 2023 માટે પણ નોમિનેટ થયું છે. જે ભારત માટે ખુબ જ ગર્વની ક્ષણ છે. આ ગીતે ભારતીય સિનેમામાં ઇતિહાસ રચી દીધો છે.
રવિના ટંડનની વાત કરીએ તો તેઓ અભિનેત્રી હોવા ઉપરાંત સામાજિક કાર્યકર્તા પણ છે. તે રાઇટર પણ છે. કેટલાક એનજીઓ સાથે પણ સંકળાયેલા છે. વિવિધ મુદ્દાઓ પર તે બોલતા પણ રહે છે. સામાજિક ક્ષેત્રમાં તેમનું યોગદાન સરાહનીય છે.
ADVERTISEMENT