ઓસ્કાર 2023 : એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર એ ઇતિહાસ રચી દીધો છે. નાટુ નાટુ સોંગે સર્વશ્રેષ્ઠ મુળ સોંગનો એકેડેમી પુરસ્કાર પણ જીત્યો છે. ઓલિવિયા મોરિસની સાથે ફિલ્મ રામચરણ અને જુનિયર એનટીઆરના મુખ્ય અભિનેતાઓ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમાં ટેલ ઇટ લાઇફ એ વુમન, હોલ્ટ માઇ હેન્ડ ફ્રોમ ટોપ ગન મેવરિક, લિફ્ટ મી અપ ફ્રોમ બ્લેક પેંથર વાકાંડા ફોરએવર અને દિસ ઇઝ અ લાઇફ ફ્રોમ એવરિથિંગ એવરિવેર ઓલ એટ વન્સનું પણ આ એવોર્ડ માટે નામાંકન થયું હતું.
ADVERTISEMENT
સંગીતકાર એમએમકિરવાની અને ગીતકાર ચંદ્રબોઝે ટ્રોફી સ્વિકારી
સંગીતકાર એમએસ કેરવાની અને ગીતકાર ચંદ્રબોસ સર્વશ્રેષ્ઠ મુળ ગીતની ટ્રોફીનો સ્વીકાર કરવા માટે મંચ પર ચડ્યા કારણ કે લોકોએ તેમના માટે તાળીઓ વગાડી હતી. કિરવાણીએ કહ્યું કે, આભાર એકેડેમી, હું ધ કારપેન્ટર્સને સાંભળીને મોટો થયો અને હવે હું અહીં ઓસ્કાર સાથે છું. ત્યાર બાદ તેમણે થોડી પંક્તિઓ ગાઇ કે મારા મારા મગજમાં માત્ર ઇચ્છા હતી કે રાજમૌલી અને મારો પરિવાર સમગ્ર દેશના નાગરિકને પ્રાઇડ અપાવી શકે. આ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે. દરેક ભારતીયની છાતી આજે ગજગજ ફુલી રહી છે.
એવોર્ડની આગલી રાત્રે ગીતનું લાઇવ પર્ફોમન્સ પણ થયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, એવોર્ડની આગલી રાત્રે ગાયક કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજે 95 માં એકેડેમી પુરસ્કારના મંચ પર નાટુ નાટુને લાઇવ પર્ફોમ કર્યું હતું. અભિનેત્રી દીપિકા પાદુકોણે દર્શકોની સામે પ્રદર્શનની શરૂઆથ કરી હતી. જેમાં તેમને સ્ટેન્ડિંગ ઓવેશ મળ્યું હતું. ઓસ્કાર પહેલા નાટુ નાટુ સંગીતકાર એમ.એમ કિરવાણીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેઓ આરઆરઆ મુદ્દે ખુબ જ આશ્વસ્ત છે. આ કોઇ ઘમંડ નથી પરંતુ નાટુ નાટુમાં એવોર્ડ જીતવાની ક્ષમતા છે. હું એક સંગીતકાર તરીકે મારી ક્ષમતાઓને સારી રીતે ઓળખું છું પ્રત્યેત રચના કેટલી સારી કે ખબાર છે. મને લાગે છે કે, મે નાટુ નાટુમાં સારુ પ્રદર્શન કર્યું છે.
ઓસ્કારની દ્રષ્ટીએ આ વર્ષ ભારત માટે શ્રેષ્ઠ રહ્યું
આરઆરઆર ઉપરાંત ઓસ્કારમાં ભારતના બે અન્ય પ્રતિનિધિઓ હતા. ઓલ દેટ બ્રીથ્સ અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સે પણ એક એખ ટ્રોફી પ્રાપ્ત કરી છે. આ વર્ષના ઓસ્કારમાં ભારત માટે બે જીત પ્રાપ્ત થઇ હતી. પ્રતિષ્ઠિત પુરસ્કારમાં દેશી ઉપસ્થિતિ વધારે શાનદાર થઇ ગઇ કાર કે બોલિવુડ અભઇનેત્રી દીપિકા પાદુકોણ ડ્વેન જોનસન, રિઝ અહેમદ, એમિલી બ્લંટ, ગ્લેન ક્લોઝ, જેનિફર કોનેલી, જો સલદાના, માઇખલ બી જોર્ડન ક્સ્ટલોવ જેવી અનેક હસ્તીઓ સાથે પ્રસ્તુતકર્તા તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત નિર્દેશ પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (ધ લાસ્ટ શો) ને પણ ભારતની અધિકારીક ઓસ્કાર નોમિની તરીકે ગઇ હતી. જો કે તે નામાંકન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી હતી. નિસંદેહ ઓસ્કાર 2023 ભારતીયો માટે ખુબ જ યાદગાર રહ્યો હતો.
ADVERTISEMENT