BBC ઓફિસ પર IT ની કાર્યવાહી પર વિપક્ષે કર્યો સરકારને ઘેરવાનો પ્રયાસ, જાણો શું કહ્યું

નવી દિલ્હી: આવકવેરા વિભાગે મંગળવારે બીબીસીની દિલ્હી-મુંબઈ ઓફિસમાં સર્વે હાથ ધર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર ડોક્યુમેન્ટ્રી બનાવ્યા બાદ આવકવેરા વિભાગ…

gujarattak
follow google news

નવી દિલ્હી: આવકવેરા વિભાગે મંગળવારે બીબીસીની દિલ્હી-મુંબઈ ઓફિસમાં સર્વે હાથ ધર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર ડોક્યુમેન્ટ્રી બનાવ્યા બાદ આવકવેરા વિભાગ દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી માટે વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસથી લઈને ટીએમસીના નેતા મહુઆ મોઈત્રા સુધીના મોટા નેતાઓએ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની આ કાર્યવાહી પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

વિરોધ પક્ષે શું કહ્યું?
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મામલે કહ્યું, “અહીં અમે અદાણીના કેસમાં JPCની માંગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBC પાછળ પડી છે.” વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.

તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ ટ્વીટર પર સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, “બીબીસીની દિલ્હી ઓફિસ પર દરોડા પાડવાના સમાચાર છે. ખરેખર? તે અપેક્ષિત નહોતું…તે દરમિયાન, અદાણી પાસે ફરસાણ સેવા (અદાણીને ગુજરાતી ભોજન મળશે) જ્યારે તેઓ સેબીના વડા સાથે વાત કરવા માટે પહોંચશે.”

મહેબૂબા મુફ્તીએ જાણો શું કહ્યું 
બીજી તરફ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, “બીબીસી ઓફિસ પર દરોડાનું કારણ સ્પષ્ટ છે. ભારત સરકાર સત્ય બોલનારાઓની પાછળ છે. પછી તે રાજકારણીઓ, મીડિયા, કાર્યકર્તાઓ અથવા કોઈપણ હોય.
આ પણ વાંચો: શું છે BBC ડોક્યૂમેન્ટ્રીનો વિવાદઃ ચાલો જાણીએ સંપૂર્ણ વિગતો

જીગ્નેશ મેવાણીએ કર્યો કટાક્ષ
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ પણ પોતાના ટ્વીટમાં અદાણીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, “આયકર વિભાગનો દિલ્હીમાં અદાણીની ઓફિસમાં સર્વે ચાલી રહ્યો છે. તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. માફ કરશો, બીબીસીની ઓફિસ પર .

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp