રામ મંદિર ઉદ્ધાટનમાં PM ની હાજરીનો વિરોધ, મૌલાના મદનીએ કોર્ટ-PM પર ઉઠાવ્યા સવાલ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર ઉદ્ધાટન સમારંભમાં જવાના નિર્ણય અંગે વિરોધના સ્વરો અત્યારથી ઉઠવા લાગ્યા છે. મુસ્લિમ સમાજની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત…

Molana madni fatva against PM Modi

Molana madni fatva against PM Modi

follow google news

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર ઉદ્ધાટન સમારંભમાં જવાના નિર્ણય અંગે વિરોધના સ્વરો અત્યારથી ઉઠવા લાગ્યા છે. મુસ્લિમ સમાજની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત ઉલેમા એ હિંદના ચીફ મૌલાના મહમુદ અસર મદનીએ આ નિર્ણયનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમણે જણાવ્યું કે, મુલ્કના વજીર એ આઝમએ (દેશના PM) ન તો કોઇ મંદિર કે ન તો કોઇ ઇબાદતગાહના ઉદ્ધાટનમાં જવું જોઇએ.

કોર્ટના ચુકાદાને પણ મૌલાના મહેમુદ મદનીએ ખોટો ગણાવ્યો

મદનીએ કહ્યું કે, સાંભળવામાં આવ્યું છે કે, અયોધ્યામાં જે મસ્જિદ પણ બનાવવામાં આવી રહી છે ત્યાં PM તેનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે. ત્યારે હું બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, પહેલી અયોધ્યા પર કોર્ટનો ચુકાદો આવ્યો છે તે નિર્ણયને અમે સાચો માનતા નથી. અમારુ માનવું છે કે, આ ચુકાદો ખોટા માહોલમાં લેવાયો છે.

The #BabriMasjid Judgement was completely wrong. The Prime Minister should not participate in the inauguration ceremony in #Ayodhya: Maulana Mahmood Asad Madani pic.twitter.com/BROfdPXFpv

— Jamiat Ulama-i-Hind (@JamiatUlama_in) October 27, 2023

જમીયત કાર્યવાહી કરશે

મૌલાના મદનીએ કહ્યુ કે, બીજી વાત છે કે, મુલ્કના વજીર એ આઝમને ન તો કોઇ મંદિર અને ન તો કોઇ ઇબાદતગાહના ઉદ્ધાટન માટે જવું જોઇએ. આ બધી બાબતોથી તેમણે પોતાને દુર રાખવું જોઇએ. આ જનતાનો મામલો છે. હું જમીયતના લોકોને કહેવા માંગુ છું કે, તે જો આ પ્રકારના કાર્યક્રમમાં જોડાય તો તેમની સામે જમીયત દ્વારા કડક કાર્યવાહી કરશે.

    follow whatsapp