અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી ચએ તેમ ગુજરાતના એક પછી એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ગઈ કાલે કોંગ્રેસના ખેડૂત નેતા હર્ષદ રિબડીયાએ અચાનક ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે અટકળો લાગી રહી છે કે રિબડીયા આવતી કાલે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ભાજપમાં ભળશે. ત્યારે હર્ષદ રિબડીયાને લઈ વિપક્ષના નેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હર્ષદભાઈના જવાથી અમને દુખ છે. પરંતુ કોંગ્રેસ મોટો પક્ષ છે અને તેની જગ્યા જલ્દી પુરાઈ જશે.
ADVERTISEMENT
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ બધાને સાથે રાખી ચાલનારો પક્ષ છે. કોઈના મનમાં કે કોઈના પેટમાં ઉતરી વાત કાઢવી મારા માટે અશક્ય છે. પણ જે સાથે છે એ ના જાય તેની કાળજી રાખવાની છે. બચ્યા છે તે ન જાય તે જોવાનું છે. ભાજપ જે વહીવટ કરે છે તે ધારાસભ્ય કે મંત્રી નથી કરતાં તે અધિકારીઓ વહીવટ કરે છે અને એવા વહીવટને કારણે ગામડાંની પ્રજા ત્રાસી ગઈ છે. કચેરીના ધરમ ધક્કા ખાઈ થાકી ગઈ છે. કેટલાક ધારાસભ્ય પર સામાજિક દબાણ લાવી અથવા ખરીદી લે છે. ગુજરાતની જનતાને સારો વહીવટ મળે તે વાત બાજુ પર રહી જાય છે. આવનાર ચૂંટણીમાં અમે યુવાનોને સાથે રાખી પરિવર્તન લાવવા કટિબદ્ધ છીએ.
જેટલા ધારાસભ્ય બચ્યા તેને સાચવશું
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે, હર્ષદભાઈ ખેડૂત છે. તેના જવાથી થોડું દુખ છે. હર્ષદભાઈ ખમતીધર ખેડૂત છે. આ મોટો પક્ષ છે. તેની જગ્યા ભરાઈ જશે. અમારામાં ત્રુટિ રહી ગઈ છે તે દૂર કરવાના પ્રયત્ન કરીશું . જેટલા ધારાસભ્ય રહ્યા છે તેને બચાવવાનો પ્રયત્ન કરીશું.
ADVERTISEMENT