નવી દિલ્હી : સૂડાન સેના અને અર્ધસૈનિક દળની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણો સળગી રહ્યા છે. અહીં આશરે 3000 ભારતીયો ફસાયેલા છે. ભારત સરકારે તેમને ત્યાંથી સુરક્ષીત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. જેના હેઠળ બુધવારે રાત્રે 360 ભારતીયો મુદ્દે પહેલી ઉડ્યન દિલ્હી પહોંચી ગઇ. એરપોર્ટ પર પહોંચતા જ લોકોએ ભારત માતા કી જય, ઇન્ડિયન આર્મી ઝિંદાબાદ, પીએમ નરેન્દ્ર મોદી જિંદાબાદના નારાઓ લાગ્યા હતા. સુડાનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું કે, ભારત સરકારે અમારો ખુબ જ સાથ આપ્યો હતો. મોટી વાત છે કે, અમે અહીં સુરક્ષીત પહોંચી ગયા કારણ કે તે ખુબ જ ખતરનાક હતું. હું પીએમ મોદી અને ભારતીય સરકારને ધન્યવાદ વ્યક્ત કરુ છું.
ADVERTISEMENT
બીજી તરફ ભારતીય નાગરિક સુરેન્દ્રસિંહ યાદવે કહ્યું કે, હું અહીં એક આઇટી પ્રોજેક્ટ માટે લેવામાં આવ્યું હતું અને ત્યાં ફસાઇ ગયો. દૂતાવાસ અને સરકારે પણ ખુબ જ મદદ કરી હતી. જેદ્દામાં લગભગ 1000 લોકો છે. સરકાર ઝડપથી ત્યાંથી ભારતીય નાગરિકોને બહાર લાવી રહી છે. વિદેશમંત્રી એસ.જયશંકરે દિલ્હી એરપોર્ટ પહોંચેલા લોકોની તસવીર શેર કરતા ટ્વીટ કર્યું કે, ભારતમાં પોતાના લોકોની વાપસીનું સ્વાગત કરીએ છીએ. જેદ્દાથી રવાના થતા પહેલા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને વિમાનની અંદર યાત્રીઓને એક વીડિયો શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયને પરત લાવવાનો સંકલ્પ લીધો છે. ઓપરેશન કાવેરી હેઠળ પહેલી ફ્લાઇટ 360 ભારતીય નાગરિકોના મુદ્દે સ્વદેશ પહોંચી.
આ નાગરિકોને મંગળવારે આઇએનએસ સમેધાથી પોર્ટ સૂડાન અને પછી ત્યાંથી સઉદી અરબના જેદ્દા લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી તેમને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. ઓપરેશન કાવેરી અંતર્ગત બુધવારે વાયુસેનાના બે વિમાનોએ 250 થી વધારે ભારતીયોને સુરક્ષીત બહાર કાઢીને જેદ્દા પહોંચી ગયો. બીજી તરફ મંગળવારે નૌસેનાના આઇએનએસ સુમેધાથી 278 નાગરિકો જેદ્દા પહોંચ્યા હતા. તેમાંથી 360 ભારત પહોંચી ગયા. આ અગાઉ ભારત પોતાના નાગરિકોને સુરક્ષીત બહાર લાવવા માટે સહયોગી દેશો પર નિર્ભર હતા.
સઉદી અરબે સુડાનથી ત્રણ અને ફ્રાંસે પાંચ ભારતીયોને બહાર કાઢ્યા હતા. જો કે હવે ભારતે પોર્ટ સુડાન પર પોતાના વિમાનો અને જહાજ રવાના કર્યા છે. પોર્ટ સૂડાન રાજધાની ખાર્તૂમથી લગભઘ 850 કિલોમીટરના અંતરે છે. આ ઓપરેશનનું નામ કાવેરી નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. જે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે વહે છે. એવું કહેવાઇ રહ્યું છે કે, સૂડાનમાં ફસાયેલા મહત્તમ લોકો દક્ષિણ ભારતના છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઇ ઓપરેશન રેસક્યુંનું નામ કોઇ નદી પરથી રાખવામાં આવ્યા છે. ગત્ત વર્ષે યુક્રેન પર રશિયાના હુમલાને ધ્યાને રાખીને ભારતે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું. જેના હેઠળ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા.
સુડાનમાં થોડા દિવસો પહેલા સેના અને પેરામિલીટ્રી રૈપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે જંગ શરૂ થઇ ગઇ હતી. સંઘર્ષ સેનાના કમાન્ડર જનરલ અબ્દેલ ફતહ બુરહાન અને પેરામિલિટ્રી ફોર્સના પ્રમુખ જનરલ મોહમ્મદ હમદાન ડગાલોની વચ્ચે થઇ રહ્યું છે. જનરલ બુરહાન અને જનરલ ડગાલો બંન્ને પહેલા સાથે જ હતા. હાલના સંઘર્ષના મુળિયા એપ્રીલ 2019 થી જોડાયેલી છે. તત્કાલીન રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરની વિરુદ્ધ જનતાને વિદ્રો કર્યો હતો ત્યાર બાદ સેનાએ અલ બશીરની સત્તાને ઉખાડી ફેંકી હતી. ત્યાર બાદ બે અલગ અલગ આર્મી વચ્ચે સત્તા મામલે સંઘર્ષ શરૂ થયો હતો. હાલ બંન્ને આર્મી પોત પોતાનું વર્ચસ્વ મજબુત બનાવવા માટે ઘર્ષણ કરી રહી છે.
ADVERTISEMENT