રાજકોટ : શહેરમાં હજી પણ રખડતા ઢોરનો આતંક યથાવત્ત છે. ગોંડલમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી રહી છે. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું છે. ઘોઘાવદર ચોકમાં મોડી રાત્રે રખડતા આખલાની અડફેટે એક બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનામાં સંજય રાવલ નામના એક આધેડનું મોત નિપજ્યું હતું. બાઇક ચાલક સંજયભાઇના માથામાં ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમના પત્નીને સામાન્ય ઇજાઓ થઇ હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
રખડતા ઢોર ગુજરાતમાં હાલ સૌથી વિકરાળ પ્રશ્ન, સરકાર મૌન
અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોર ગુજરાત માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા છે. જો કે સરકાર હાલ આ બાબતોમાં કોઇ રસ નથી લઇ રહ્યા. ગુજરાતમાં આંતરે દિવસે એકાદી વ્યક્તિ રખડતા ઢોરનો કોળીયો બની જાય છે. પશુપાલકો પણ પોતાની જવાબદારીમાંથી છટકે છે. જ્યારે સરકાર પણ પોતાની જવાબદારીમાંથી છટકતી જોવા મળે છે.
સરકાર અને પશુપાલકો બધા પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરના કારણે હાલમાં જ દહેગામમાં એક મહિલાનું મોત નિપજતા ભારે હોબાળો થયો હતો. પરિવાર દ્વારા ભારે હોબાળા બાદ ગાયના માલિક અને પાલિકાના એક જવાબદાર અધિકારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લોકોમાં રખડતા ઢોર મુદ્દે ભારે આક્રોશ હોવા છતા પણ સરકાર કોઇ પગલા ઉઠાવવા તૈયાર નથી.
ADVERTISEMENT