- અમેરિકાના સિનસિનાટીમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળ્યો.
- વિદ્યાર્થીના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
- અઠવાડિયામાં ત્રીજા ભારતીય વિદ્યાર્થીની અમેરિકામાં મોતની ઘટના.
Indian Student Death in US: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે હવે અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને વિદ્યાર્થીની લાશ અમેરિકાના સિનસિનાટીમાંથી મળી આવી છે. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબતે તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
આ પહેલા જ્યોર્જિયામાં થઈ હતી વિવેક સૈનીની હત્યા
છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોતનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલા અમેરિકાના જ્યોર્જિયામાં એક ભારતીય વિદ્યાર્થીને હથોડી વડે હુમલો કરીને હત્યા કરી નાખવામાં આવી હતી. ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની (25) હરિયાણાના પંચકુલાનો રહેવાસી હતો. હુમલાખોરે વિવેકના માથા પર હથોડી વડે 50 વાર કર્યા હતા. આરોપીની ઓળખ જુલિયન ફોકનર તરીકે થઈ હતી.
MBA કરવા અમેરિકા ગયો હતો યુવક
વિવેક સૈની ભારતમાં વેકેશન દરમિયાન 26 જાન્યુઆરીએ પોતાના ઘરે આવવાનો હતો. તે MBAનો અભ્યાસ કરવા અમેરિકા ગયો હતો. આ ઘટનાને પગલે વિવેકના ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકના પરિવારજનોએ સરકારને તેના મૃતદેહને ભારત લાવવાની વિનંતી કરી છે.
ઇલિનોઇસ યુનિવર્સિટીના વિદ્યાર્થિનો પણ મળ્યો હતો મૃતદેહ
તો બીજા કિસ્સામાં, અમેરિકાની ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 18 વર્ષીય નીલ આચાર્ય પણ મૃત હાલતમાં મળી આવ્યો છે. નીલના માતા-પિતાએ તેમના પુત્રના મૃત્યુને લઈને યુનિવર્સિટી પર સવાલો ઉઠાવ્યા છે. નીલનો મૃતદેહ ઇલિનોઇસના ચેમ્પેનમાં યુનિવર્સિટી કેમ્પસ પાસે મળ્યો હતો.
ADVERTISEMENT