Husband-Wife Story : ગોરખપુરના ઝંગડા વિસ્તારના એક ઇન્ટર કોલેજમાં તહેનાત એક શિક્ષકને તેની પત્નીએ કહ્યું કે, પોતાની માતા માનીને મારા ચરણ સ્પર્શ કરો અને પુજા કરો. આરોપ છે કે, શિક્ષકે એવું કરવાનો ઇન્કાર કર્યો તે તેણે પોતાના પિયર તરફથી માર મરાવ્યો હતો. લગ્નના સાતમાં મહિને શિક્ષકે પોલીસ સ્ટેશનમાં અપીલ કરી છે. તેમણે ઝંગહા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની વિરુદ્ધ કલમ 323, 452, 504,506 આઇપીસી હેઠળ કેસ દાખલ કરામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુજફ્ફરનગર જિલ્લાના ઘટાપન ઉત્તરી નિવાસી શિક્ષક રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, તેમના લગ્ન 24 ફેબ્રુઆરી,2023 ના રોજ શામલી જિલ્લાના આદર્શમંડી વિસ્તારના એક ગામમાં થઇ હતી. લગ્ન બાદથી જ તેમની પત્ની કહેવા લાગ્યા કે માતા માનીને મારી પુજા કરો. ચરણસ્પર્શ કરો નહી તો તમામનો સર્વનાશ કરીશ તેવું જણાવ્યું હતું. રવિન્દ્ર કુમારે આ અંગેની ફરિયાદ પોતાના સસુરાલ સાથે કરી હતી. સસરા પક્ષે કહ્યું કે જેવું કહે છે તેમ કરો. માર્ચ,2023 ના રોજ રવિન્દ્ર કુમારની પત્ની પોતાના પિયર જતી રહી હતી.
રવિન્દ્રનો આરોપ છે કે, તેમની પત્ની માનસિક રોગી છે. તે હાલમાં ઝાંગડા વિસ્તારના ઘટુલી રોડ નવી બજારમાં ભાડે મકાન રાખીને રહેતા હતા. 18 સપ્ટેમ્બરે સાંજે આશરે સાત વાગ્યે તેની પત્ની પોતાના ભાઇઓ અને બે અજાણ્યા લોકો સાથે પહોંચી અને ઘરમાં ઘુસીને ગાળો ભાંડવા લાગી હતી. ધારદાર હથિયારથી પણ પ્રહારો કર્યા હતા. હાલ તો પોલીસ કેસ દાખલ કરીને આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT