ઓમ બિરલા vs કે.સુરેશ...આઝાદી બાદ પહેલીવાર લોકસભા સ્પીકર પદ માટે યોજાશે ચૂંટણી

Parliament Session 2024 Update: દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર (લોકસભાના અધ્યક્ષ) પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. NDA તરફથી ઓમ બિરલા અને INDIA ગઠબંધન તરફથી કે.સુરેશ સ્પીકર પદના ઉમેદવાર છે.

ઓમ બિરલા vs કે.સુરેશ

Parliament Session 2024 Update

follow google news

Parliament Session 2024 Update: દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર (લોકસભાના અધ્યક્ષ) પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. NDA તરફથી ઓમ બિરલા અને INDIA ગઠબંધન તરફથી કે.સુરેશ સ્પીકર પદના ઉમેદવાર છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી દીધી છે. આવી સ્થિતિમાં આવતીકાલે સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. બુધવારે સવારે 11 વાગ્યે લોકસભાના અધ્યક્ષ માટે મતદાન થશે. અગાઉ સ્પીકર પદ માટે સર્વસંમતિ રચવાની વાત થઈ હતી. નોમિનેશન માટે પણ આજે છેલ્લો દિવસ હતો.

ઓમ બિરલાની જીત નક્કી!

આપને જણાવી દઈએ કે, NDAની પાસે 293 સાંસદ છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન પાસે 234 સાંસદ છે. આવી સ્થિતિમાં ઓમ બિરલાની જીત નક્કી માનવામાં આવી રહી છે. એવામાં હવે ડેપ્યુટી સ્પીકર પદને લઈને પણ વિવાદ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, NDA આ પદ તેના સહયોગીઓને આપવા માંગે છે, જ્યારે પરંપરા અનુસાર, આ પદ વિપક્ષને મળવું જોઈએ. 

વિપક્ષ તરફથી કે.સુરેશે ઉમેદવારી નોંધાવી

આ પહેલા સંસદ ભવનમાં વડાપ્રધાનના કાર્યાલયમાં નરેન્દ્ર મોદી અને ઓમ બિરલાની વચ્ચે બેઠક થઈ. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ પણ હાજર રહ્યા. જ્યારે ડેપ્યુટી સ્પીકર પદને લઈને રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. 

રાજનાથસિંહે કર્યો હતો ફોન

આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આજે અખબારમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીએ કહ્યું છે કે વિપક્ષે સરકારની સાથે રચનાત્મક રીતે સહયોગ કરવો જોઈએ. રાજનાથ સિંહે મલ્લિકાર્જુન ખડગેને ફોન કરીને સ્પીકરને સમર્થન આપવા કહ્યું. સમગ્ર તેમણે કહ્યું કે, અમે સ્પીકરનું સમર્થન કરીશું પરંતુ પરંપરા એવી છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે.

ડેપ્યુટી સ્પીકર પદ આપવાની વિપક્ષની માંગ 

તમને જણાવી દઈએ કે, જ્યારે રાજનાથ સિંહે ખડગેને સ્પીકર પદ પર સર્વસંમતિ સાધવા માટે ફોન કર્યો ત્યારે તેમણે સ્પીકર પદ માટે સંમતિ આપવાની વાત કરી પરંતુ એક શરત પણ મૂકી. તેમણે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જઈએ. જોકે, રાજનાથ સિંહ તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.


 

    follow whatsapp