બિહારના વૈશાલીમાં શિક્ષણ વિભાગના એક મોટા અધિકારી ઉદય કુમાર ઉજ્જવલના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેમના ઓફિસ બોયએ જ આ અપહરણનું કાવતરું ઘડ્યું હતું અને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
ADVERTISEMENT
ઓફિસ બોય સહિત 4ની ધરપકડ
આરોપી ઓફિસ બોયએ અધિકારીના ડ્રાઈવર અને અન્ય લોકો સાથે મળીને તેના જ બોસનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે ઓફિસ બોય અને ડ્રાઈવર સહિત 4 અપહરણકારોની ધરપકડ કરી છે.
અધિકારીનું કરાયું હતું અપહરણ
હકીકતમાં, 3 દિવસ પહેલા હાજીપુરમાં શિક્ષણ વિભાગના એક મોટા અધિકારી ઉદય કુમાર ઉજ્જવલનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ પોતાની કારમાં હાજીપુરથી પટના પરત ફરી રહ્યા હતા.
ગાડી સાથે અપહરણ
16-17 ડિસેમ્બરની રાત્રે હાજીપુરમાં તેની ઓફિસથી પટના (ઘર) જતા હતા ત્યારે સોનપુરના લાલુ પ્રસાદ યાદવ ચોક પાસે અપહરણકારોએ અધિકારીની ગાડીને ઓવરટેક કરીને રોકી, ડ્રાઈવરને ગાડીમાંથી ઉતર્યો અને અધિકારીનું ગાડી સાથે અપહરણ કર્યું. જે બાદ અપહરણકર્તાઓએ 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
તક જોઈને ફરાર થયા અધિકારી
અધિકારીના અપહરણ અને ખંડણીના સમાચાર મળતાં જ વૈશાલી અને છાપરા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ દ્વારા નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.અધિકારીને લઈને ફરી રહેલા અપહરણકારોની કાર હાજીપુર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સેંદુઆરીમાં એક નાળામાં ફસાઈ ગઈ હતી, જે બાદ તક જોઈને અધિકારી ફરાર થઈ ગયા હતા.
ઓફિસ બોય નિકળ્યો માસ્ટરમાઈન્ડ
FIR બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો અને અધિકારીના ઓફિસ બોય અને ડ્રાઈવર અપહરણના માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીએ કહ્યું કે તેમનું અપહરણ કર્યા બાદ આરોપીઓએ તેમને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ તક જોઈને નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે ઓફિસ બોય, ડ્રાઈવર સહિત 4ની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT