નવી દિલ્હી : બ્રિટનની એક હોસ્પિટલમાં નર્સ અને દર્દી વચ્ચે અનૈતિક સંબંધોનો એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર નર્સ દ્વારા યૌન સબંધ બાંધવામાં આવ્યા તે દરમિયાન જ દર્દીનું મોત નિપજ્યું હતું. આ અંગે કાર્યવાહી કરતા હોસ્પિટલના અધિકારીઓએ નર્સને નોકરીમાંથી કાઢી મુકી છે. નર્સે સ્વિકાર કર્યો કે, દર્દી સાથે તેને એક વર્ષ કરતા પણ વધારે સમયથી સંબંધો હતા. દર્દી પોતાની અંતિમ ક્ષણો દરમિયાન નર્સની સાથે હોસ્પિટલના પાર્કિંગમાં એક ગાડીની પાછળ હતો. મોડી રાત્રે થયેલી આ મુલાકાત જો કે ઘાતક સાબિત થઇ હતી.
ADVERTISEMENT
નર્સ પર આરોપ છે કે, દર્દી સાથે સંભોગ દરમિયાન તે પડી ગયો તેમ છતા તેણે એમ્બ્યુલન્સ બોલાવી નહોતી. નર્સની ઓળખ 42 વર્ષીય પેનેલોપ વિલિયમ્સ તરીકે થઇ છે. દર્દીની વેલ્સની હોસ્પિટલમાં ડાયાલિસિસની ટ્રિટમેન્ટ ચાલતી હતી. કાર્ડિયાક એરેસ્ટના કારણે તેનું મોત નિપજ્યું છે. પીએમ રિપોર્ટ અનુસાર દર્દીનું મોત હૃદય અટકી જવાના અને ક્રોનિક કિડની રોગના કારણે થઇ છે. આ અંગે તપાસ કરવા અને નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ (NMC) પેનલ સમક્ષ ટ્રાયલની માંગ કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર વિલિયમ્સની સાથે કામ કરનારાઓને દર્દી સાથેના સંબંધ અંગે માહિતી હતી. તે પૈકી કેટલાક લોકોએ ગંભીર પરિણામો અંગે વાત પણ કરી હતી. જો કે તે સતત આવી સલાહોને નજર અંદાજ કરતી રહી હતી. મેડિકલ ઇમરજન્સી ટીમ પાર્કિંગ પાસે પહોંચી તો દર્દી આંશિક રીતે નગ્ન અવસ્થામાં હતો. નર્સ પર આરોપ છે કે, તેણે માત્ર પોતાની પ્રોફેશનલ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત યોગ્ય સમયે મદદનો પ્રયાસ પણ નથી કર્યો.
જ્યારે દર્દી બેભાન થઇને ઢળી પડ્યો તો મહિલાએ પોતાના મિત્રને ગાડી પાસે બોલાવ્યો હતો. તેણે એમ્બ્યુલન્સ બોલાવવા માટે જણાવ્યું જો કે તેણે આ વાતને નજરઅંદાજ કરી દીધી હતી. જો કે રિપોર્ટ અનુસાર વિલિયમ્સને ત્યારે મળવા ગઇ જ્યારે તેનો મેસેજ આવ્યો હતો. તે વિલિયમ્સને મળી ત્યારે તેણે જણાવ્યું કે, તે અસ્વસ્થ હોય તેવું લાગી રહ્યું છે. તેણે માત્ર તેની સાથે 30 થી 45 મિનિટ જ વિતાવ્યા હતા અને તે બંન્ને બસ વાતો જ કરી રહ્યા હતા. અચાનક તે દર્દથી છટપટી ગયો અને ઘટના સ્થળે જ પડી ગયો હતો.
ADVERTISEMENT