ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડનાર નેતા નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોહમ્મદ પૈગમ્બર વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં દેશભરમાં નુપુર શર્મા વિરુદ્ધ નોંધાયેલા તમામ 10 કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવશે અને દિલ્હી પોલીસ હવે તમામ કેસોની તપાસ કરશે. ટીપ્પણી બાદ અલગ-અલગ રાજ્યોમાં લગભગ 10 FIR નોંધવામાં આવી હતી.
ADVERTISEMENT
નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે તેના તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે. નુપુર શર્માને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે ગયા મહિને નૂપુર શર્માને પયગંબર મોહમ્મદ પરની તેણીની ટીપ્પણી અંગે અનેક રાજ્યોમાં તેની સામે નોંધાયેલી એફઆઈઆર/ફરિયાદોના સંદર્ભમાં શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ
સુપ્રીમ કોર્ટ નથી ઈચ્છતી કે નૂપુર શર્મા રાહત માટે વિવિદ કોર્ટનો સંપર્ક કરે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માની અરજી પર કેન્દ્ર અને દિલ્હી, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોને નોટિસ પાઠવી હતી અને તેમને 10 ઓગસ્ટ સુધી જવાબ માંગ્યો હતો.
નૂપુરની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે 1 જુલાઈના રોજ નૂપુર શર્માની પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી પર શર્માની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેણે પોતાની જીભથી “આખા દેશને આગ લગાવી દીધી છે” અને “દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તે એકલા જ જવાબદાર છે. આ મામલો 26 મેના રોજ એક ટીવી ડિબેટ શો દરમિયાન કથિત વિવાદાસ્પદ ટિપ્પણીથી સંબંધિત હતો. જેના પરિણામે દેશ ભરમાં અશાંતિનું વાતાવરણ જોવા મળ્યું હતું.
ADVERTISEMENT