BIG NEWS : CSIR-UGC-NET પરીક્ષા સ્થગિત, NTAએ જણાવ્યું કારણ

Gujarat Tak

21 Jun 2024 (अपडेटेड: Jun 21 2024 9:45 PM)

CSIR-UGC-NET પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા 25 થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ સંસાધનોનો અભાવ હોવાનું કહેવાય છે.

CSIR-UGC-NET exam

CSIR-UGC-NET પરીક્ષા

follow google news

Exam Postponed : CSIR-UGC-NET પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા 25 થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ સંસાધનોનો અભાવ હોવાનું કહેવાય છે. NTAએ પરીક્ષા મોકૂફ રાખવાની જાણકારી આપી છે. NTAએ એમ પણ કહ્યું કે, આ પરીક્ષા યોજવા માટેનું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો

NTAએ કહ્યું કે, ઉમેદવારોને નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે ઉમેદવારો NTA હેલ્પડેસ્ક નંબર 011-40759000 પર કૉલ કરી શકે છે.

NTAએ સત્તાવાર કરી જાહેરાત

NTAએ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન 2024 મુલતવી રાખી છે જે 25 થી 27 જૂન વચ્ચે યોજાવાની હતી. તે અનિવાર્ય સંજોગો તેમજ લોજિસ્ટિક સમસ્યાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષાના આયોજન માટેનું સુધારેલું સમયપત્રક પછીથી સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે.

 

    follow whatsapp