ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક NRI મહિલાએ ભગવાન શિવને 19 તોલાનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો. આ સાથે મહિલાએ મુસ્લિમ ધર્મમાંથી સનાતન ધર્મ અપનાવ્યો છે. મહિલા અમેરિકાની રહેવાસી હોવાનું કહેવાય છે અને વ્યવસાયે ડોક્ટર છે. મુસ્લિમ મહિલાએ ભગવાન શિવને તેની મનોકામના પૂર્ણ થતાં સોનાનો મુગટ અર્પણ કર્યો છે.
ADVERTISEMENT
આ મામલો ડાસનાના શિવ શક્તિ ધામ મંદિરનો છે. મળતી માહિતી મુજબ, મહિલા મૂળ ગુજરાતની છે. હાલમાં તે અમેરિકામાં ડોક્ટરનો અભ્યાસ કરી રહી છે. મહિલા મંગળવારે ડાસના શિવ શક્તિ ધામ મંદિરે પહોંચી હતી.
સોશિયલ મીડિયા પર સોનાનો મુગટ અર્પણ કરવાના સમાચાર વાયરલ
ત્યારબાદ મુસ્લિમ મહિલા ડોક્ટરે મંદિરમાં ભગવાન શિવને 19 તોલાનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો. હાલમાં સોનાના માર્કેટ ભાવ મુજબ આ મુગટની કિંમત રૂ.10 લાખથી પણ વધારે થાય છે. સોનાનો મુગટ અર્પણ થયાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કેસમાં મંદિરના મહંત અને મહામંડલેશ્વર નરસિમ્હાનંદ સરસ્વતીએ જણાવ્યું કે મહિલા શિક્ષિત છે અને NRI છે.
હાલમાં મહિલા અમેરિકામાં સેટલ છે. પોતાની મનોકામના પૂરી થયા પછી, તેણે ભગવાન શિવનો અભિષેક કર્યો અને ભગવાન શિવને શણગાર તરીકે સોનાનો મુગટ અર્પણ કર્યો. જો કે, નરસિમ્હાનંદ સરસ્વતીએ કટ્ટરવાદીઓના કારણે મહિલાનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT