નવી દિલ્હી : રેસલર વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તેઓ પોતાનો મેજર ધ્યાનચંદ ખેલરત્ન અને અર્જૂન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી દીધી છે. આ સ્થિતિમાં પહોંચાડવા માટે શક્તિશાળી લોકોનો ખુબ ખુબ આભાર.
ADVERTISEMENT
રેસલર બજરંગ પુનિયા બાદ હવે વિનેશ ફોગાટ મેદાને
રેસલર બજરંગ પૂનિયા બાદ (Bajrang Punia) હવે વિનેશ ફોગાટે પણ પદક પરત આપવા અંગે મોટી જાહેરાત કરી દીધી છે. તેણે કહ્યું કે, તે પોતાનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જૂન એવોર્ડ પરત કરવા જઇ રહ્યા છે. વિનેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તે પોતાનો ખેલ રત્ન અને અર્જૂન એવોર્ડ પરત કરશે. આ સ્થિતિમાં પહોંચાડવા માટે શક્તિશાળી લોકોનો ખુબ ખુબ આભાર. હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જૂન એવોર્ડ પરત આપી રહી છું.
વિનેશ ફોગાટે પીએમ મોદીને લખ્યો પત્ર
વિનેશે વડાપ્રધાન મોદીના નામે પત્ર લખીને કહ્યું કે, સાક્ષી મલિકે કુશ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ પોતાનો પદ્મ શ્રી એવોર્ડ પરત આપ્યો છે. દેશ માટે ઓલમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓને આ બધુ કરવા માટે મજબુર કરવામાં આવ્યા, જે સમગ્ર દેશને ખબર છે અને તમે દેશના વડાપ્રધાન છો તો મામલો તમારી સુધી પણ પહોંચ્યો હશે. વડાપ્રધાન જી, હું તમારા ઘરની બેટી વિનેશ ફોગાટ છું અને ગત્ત એક વર્ષથી જે સ્થિતિમાં છું, તે જણાવવા માટે જ આ પત્ર લખી રહી છું.
ગત્ત થોડા વર્ષોમાં અમે ઘણુ સહન કર્યું
વિનેશે પત્રમાં કહ્યું કે, કુશ્તી કરતી મહિલા પહેલવાનો ગત્ત થોડા વર્ષોમાં જે કાંઇ સહન કર્યું છે. તેના પરથી સમજ આવતું જ હશે કે અમે કેટલું કરીને જીવતા રહ્યા. હવે સાક્ષીએ પણ સન્યાસ લી લીધો છે, જે શોષણકર્તાઓ છે તેમણે પણ દબદબો હજી પણ તેમનો જ હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. એટલું જ નહી તેમણે ખુબ જ ખરાબ રીતે નારાઓ પણ લગાવડાવ્યા હતા
તમારા વ્યસ્ત જીવનમાંથી કિંમતી સમય કાઢી પત્ર વાંચજો પીએમ
ફોગાટે કહ્યું કે, તમે તમારા જીવનના અમુલ્ય સમયમાંથી પાંચ મિનિટ કાઢીને તે વ્યક્તિએ મીડિયામાં આપેલા નિવેદનો સાંભળી લેજો, તમને ખબર પડી જશે કે તેણે શું કર્યું છે. તેણે મહિલા પહેલવાનોને મંથરા ગણાવી છે, મહિલા પહેલવાનોને અસહજ કરી દેવાની વાત જાહેરમાં ટીવી પર કબુલી છે અને અમને મહિલાઓને શરમજનક સ્થિતિમાં મુકવાની કોઇ પણ તક છોડી નથી. તેના કરતા ગંભીર છે કે, તેણે કેટલી મહિલા પહેલવાનોને પાછળ હટવા માટે મજબુર કરી દીધી છે. આ ખુબ જ ભયજનક છે.
જે લોકો ગુનેગાર છે તેમનો દબદબો હજી પણ યથાવત્ત
અમે કેટલાક ઘટનાક્રમો તો ભુલી જવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે એટલું સરળ નથી. સર જ્યારે હું તમને મળી તો તમને બધુ જ વર્ણવ્યું હતું. અમે ન્યાય માટે એક વર્ષથી રોડ પર ભટકતા રહ્યા. કોઇ અમારી ભાળ પણ નથી લઇ રહ્યું. અમારા મેડલો અને એવોર્ડને 15 રૂપિયાના ગણાવાઇ રહ્યા છે. જો કે આ મેડલ અમને અમારા જીવ કરતા પણ વધારે વ્હાલા છે. જ્યારે અમે દેશ માટે મેડલ જીત્યા હતા તો દેશના દરેક નાગરિકને ગર્વ થયો હતો. તેને દેશનું ગૌરવ ગણાવાયું હતું. જ્યારે અમે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો તો અમને દેશદ્રોહી ગણાવાઇ રહ્યા છે. હવે મને પુરસ્કારોથી નફરત થવા લાગી છે.
બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ આક્રમક
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બજરંગ પુનિયા ભારતીય કુશ્તી મહાસંઘની ચૂંટણીમાં બૃજભૂષણ સિંહના અંગત સંજય સિંહના અધ્યક્ષ બન્યાના વિરોધમાં પોતાનો પદ્મ શ્રી પુરસ્કરા પરત કરી ચુક્યા છે. ગત્ત શુક્રવારે વડાપ્રધાન આવાસની સામે ફુટપાથ પર પોતાનું મેડલ મુકી દીધું હતું. જ્યારે સાક્ષી મલિકે પત્રકાર પરિષદ કરીને પોતાના કુશ્તીના સન્યાસની જાહેરાત કરી દીધી હતી.
ADVERTISEMENT