નવી દિલ્હી: લોકસભામાંથી ગેરલાયક ઠર્યા બાદ હવે લોકસભા હાઉસિંગ કમિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલો ખાલી કરવાની નોટિસ આપી છે. નોટિસ મુજબ રાહુલ ગાંધીએ 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવો પડશે. ગયા શુક્રવારે જ લોકસભા સચિવાલયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરી દીધી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.
ADVERTISEMENT
કેમ સભ્યપદ ગુમાવ્યું?
વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે મોદી અટકના બદનક્ષીના ચાર વર્ષ જૂના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે પણ તેમનું સંસદ સભ્યપદ રદ કરી દીધું હતું. સ્પીકરે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ આ કાર્યવાહી કરી છે.
12, તુઘલક લેન હવે રાહુલનું ઠેકાણું નહીં રહે
જણાવી દઈએ કે રાહુલ ગાંધી લુટિયંસ દિલ્હીમાં 12, તુઘલક લેનવાળા સરકારી બંગલોમાં રહે છે. આ બંગલે વર્ષ 2004થી જ રાહુલ ગાંધીના નામ પર ફાળવેલો છે. 2004માં તેઓ પહેલીવાર અમેઠીથી સાંસદ બન્યા ત્યારે તેમને આ બંગલો પહેલીવાર મળ્યો હતો.
રાહુલ ‘અયોગ્ય સાંસદ’ બન્યા
સાંસદ પદ દયા બાદથી જ રાહુલ ગાંધીને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. વિપક્ષી નેતાઓમાં પણ ઘણી એકતા જોવા મળી રહી છે. છેલ્લા દિવસે એટલે કે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સાંસદ બન્યા બાદ પોતાનો ટ્વિટર Bio બદલ્યો હતો. હવે રાહુલે પોતાના Bioમાં ‘ડિસક્વોલિફાઈડ MP’નો ખાસ ઉલ્લેખ કર્યો છે.
એક નિવેદનના કારણે બધુ છીનવાઈ ગયું
હવે અમે તમને જણાવીએ કે ક્યા નિવેદનના કારણે રાહુલનો બંગલો અને સાંસદ પદ બંને છીનવાઈ ગયા હતા. હકીકતમાં, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં ભાષણ આપી રહ્યા હતા. આ ભાષણમાં રાહુલે કથિત રીતે કહ્યું કે, ‘આ બધા ચોરોની અટક મોદી કેમ છે?’ એવું નિવેદન આપ્યું હતું. બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય છે અને વ્યવસાયે વકીલ છે. પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની આ ટિપ્પણીએ સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. આ કેસની સુરત કોર્ટમાં સુનાવણી થઈ હતી અને રાહુલને બે વર્ષની સજા થઈ હતી.
ADVERTISEMENT