Northern Iraq University fire accident: ઈરાકના ઉત્તરીય શહેર એર્બિલ નજીક આવેલી ઉત્તરી ઈરાક યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ આગ એટલી પ્રચંડ હતી કે આગના કારણે 14 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો દાઝી જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મોડી રાતે લાગી હતી આગઃ કામરામ મુલ્લા મોહમ્મદ
સોરાનના આરોગ્ય નિર્દેશાલયના પ્રમુખ કામરામ મુલ્લા મોહમ્મદના જણાવ્યા અનુસાર, એર્બિલની પૂર્વમાં આવેલા નાના શહેર સોરાનમાં એક બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગપર કાબૂ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા.
14ના મોત અને 18 વિદ્યાર્થીઓ દાઝ્યા
સ્થાનિક સમાચાર એજન્સી રૂડાઓ અનુસાર, મોડી રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ આગ એટલી ભયાનક હતી કે તેની ઝપેટમાં અનેક લોકો આવી ગયા હતા. આ આગમાં 14 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે 18 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
ADVERTISEMENT