દિલ્હીઃ ગુરૂવારે બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની ઠગ સુરેશ ચંદ્રશેખર સાથેના રંગદારી કેસમાં 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસની આર્થિક ક્રાઈમ શાખા (EOW)એ કાર્યવાહી હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન પિંકી ઈરાની અને નોરાના જીજા બોબી પણ હાજર હતા. અધિકારીઓએ પહેલા અલગ-અલગ રાખીને અને પછી સામ-સામે બેસાડી પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન સુકેશે આપેલી લાખો રૂપિયાની ગિફ્ટો સહિતની માહિતી છતી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
નોરાના જીજાને સુકેશે BMW ગાડી ગિફ્ટમાં આપી
EOWની પૂછપરછ દરમિયાન નોરા ફતેહીના જીજા બોબીને સુકેશ દ્વારા 65 લાખ રૂપિયાની BMW ગાડી ભેટમાં મળી હતી. આ અંગે પિંકી અને બોબીએ EOWના અધિકારીઓ સામે આ વાત સ્વીકારી હતી. તો બીજી બાજુ નોરાએ કહ્યું કે તે ક્યારેય સુકેશ અથવા પિંકીને મળી નથી. તેણે કહ્યું અમે વ્હોટ્સએપ પર જ વાતચીત કરતા હતા.
નોરાને એક ખાસ ઈવેન્ટ અંગે પૂછપરછ કરાઈ…
ત્યારપછી EOWએ નોરા ફતેહીને એક ખાસ ઈવેન્ટ અંગે પણ સવાલો કર્યા હતા. જેમાં તેની હાજરી અને ત્યારપછી 2020ના એ ઈવેન્ટ વિશે વિગતવાર માહિતી આપી હતી. નોંધનીય છે કે 2 સપ્ટેમ્બરે નોરા ફતેહી સાથે પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન સુકેશ સાથેની તેની ચેટ્સ અંગે પૂછવામાં આવ્યું હતું. જોકે આની સાથે તેને મળેલી ભેટ વિશે પણ સવાલ કરાયા હતા.
ADVERTISEMENT