નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા સીમા સુરક્ષા દળ (BSF) ના અધિકાર ક્ષેત્રને વધારવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, BSF નો અધિકાર ક્ષેત્ર વધારવાના નિર્ણયથી પંજાબ પોલીસની શક્તિઓ પર અતિક્રમ નથી થયું છે. પંજાબ પોલીસ સાથે તપાસનો અધિકાર નથી છીનવાયો. કોર્ટે કેન્દ્ર અને પંજાબ સરકારને સાથ બેસીને વિચાર-વિમર્શ કરવાની પણ સલાહ આપી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાઇ ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ જેબી પારદીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની પીઠે પંજાબ સરકારના 2021 ના વાદ પર સુનાવણી કરતા ટિપ્પણી કરી. પીઠે કહ્યું કે, બંન્ને પક્ષો આંતરિક વિચાર-વિમર્શ કરશે જેથી આગામી તારીખ પહેલા તેનો ઉકેલ આવી શકે. પંજાબના મહાધિવક્તા આ બેઠકમાં ભાગ લઇ શકે છે.
ADVERTISEMENT
બંન્ને પક્ષ સાથે બેસીને મુદ્દા ડ્રાફ્ટ કરે
મુખ્ય ન્યાયાધીશના રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ પ્રથમ દ્રષ્ટીએ કહ્યું કે, આવા સીમાવર્તી વિસ્તારમાં અધિકાર છે જેનો ઉપયોગ બીએસએફ અને રાજ્ય પોલીસ બંન્ને કરી શકે છે. તેમણે કહ્યું કે, પંજાબ પોલીસ પાસેથી તપાસનો અધિકાર નથી છીનવવામાં આવ્યો છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારના વકીલો અને કેન્દ્રની તરફથી સોલિસિટર જનરલના મુદ્દાઓ તૈયાર કરવા માટે કહ્યું છે. ચંદ્રચુડે કહ્યું કે, બંન્ને પક્ષ સાથે બેસીને મુદ્દાઓને ડ્રાફ્ટ કરે.
પંજાબ સરકારની આ દલીલ હતી
બીજી તરફ પંજાબ સરકાર માટે શાદાન ફરાસતે કહ્યું કે, ગુજરાત રાજસ્થાન આ અલગ છે. ગુજરાતમાં બે શહેરી કેન્દ્ર છે અને રાજસ્થાનમાં રણ છે. પંજાબ માટે આ સ્થિતિ અલગ છે. આ શક્તિનો પ્રયોગ અયોગ્ય છે. 50 કિલોમીટર સુધી તેમની પાસે સદાય સંજ્ઞેય ગુનાઓ માટે શક્તિ છે ન કે માત્ર પાસપોર્ટ એક્ટ વગેરે માટે. જાહેર વ્યવસ્થા અને પોલીસ હેઠળ અમારી શક્તિઓ હોય છે. આ એક સંઘીય મુદ્દો છે. પંજાબ એક નાનકડું રાજ્ય છે.
કેન્દ્રએ કહ્યું તેના કારણે પોલીસના અધિકાર ક્ષેત્રમાં દખલ નહી
કેન્દ્રની તરફથી પક્ષ મુકી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અરજીનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, તમામ સીમાવર્તી રાજ્યમાં બીએસએફનો અધિકાર ક્ષેત્ર છે. 1969 બાદથી ગુજરાતમાં 80 કિલોમીટર હતો. હવે આ એક સમાન 50 કિલોમીટર છે. કેટલાક ગુના પાસપોર્ટ વગેરે પર બીએસએફનો અધિકાર ક્ષેત્ર હશે, સ્થાનીક પોલીસનો પણ ક્ષેત્રાધિકાર હશે. પોલીસના અધિકાર ક્ષેત્રમાં દખલ નથી આપ્યું. મેઘાલય, મિઝોરમ અને મણિપુર પણનાના રાજ્ય છે.
તત્કાલીન કોંગ્રેસ સરકારે ખટખટાવ્યો હતો સુપ્રીમ કોર્ટનો દરવાજો
2021 સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફના અધિકાર ક્ષેત્રને વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કેન્દ્ર સરકારે અધિસૂચના બહાર પાડીને બીએસએફના અધિકાર ક્ષેત્રને 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરી દીધું છે. આ અગાઉ પંજાબ વિધાનસભામાં 12 નવેમ્બર 2021 ના રોજ એક પ્રસ્તાવ પણ પાસ કરાયો હતો, જેમાં કેન્દ્ર સરકાર સાથે 11 ઓક્ટોબર 2021 નો પોતાનો આદેશ પરત લેવાની માંગ કરવામાં આવી છે. હવે પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પંજાબની આપ સરકાર તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા દાખલ અરજી આગળ વધી રહી છે.
ADVERTISEMENT