Nitish Kumar Controversial Statement: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેમની ટીકા થવા લાગી છે. આફ્રિકી-અમેરિકી સિંગર મૈરી મિલબેને કહ્યું છે કે, જો તે ભારતીય નાગરિક હોત તો નીતિશ કુમાર સામે ચૂંટણી લડવા માટે બિહાર જાત. મૈરી મિલબેને બિહારની મહિલાઓને નીતિશ કુમાર સામે અવાજ ઉઠાવવાનું પણ આહ્વાન કર્યું. તમને જણાવી દઈએ કે, મૈરી મિલબેન એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પગે લાગ્યા બાદ ભારતમાં ચર્ચામાં આવી હતી.
ADVERTISEMENT
મૈરી મિલબનની ભાજપને સલાહ
મૈરી મિલબને ભારતીય જનતા પાર્ટી (BJP)ને બિહારમાં નેતૃત્વ કરવા માટે એક મહિલાને સશક્ત બનાવવાની સલાહ આપી છે. મૈરી મિલબેને કહ્યું, ”નીતિશ કુમારની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મારું માનવું છે કે એક હિંમતવાન મહિલાએ આગળ આવવું જોઈએ અને બિહારના મુખ્યમંત્રી પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરવી જોઈએ. જો હું ભારતની નાગરિક હોત તો બિહાર જઈને મુખ્યમંત્રી પદ માટે ચૂંટણી લડેત.”
નીતિશ કુમારના રાજીનામાની કરી માંગ
મિલબેને નીતિશ કુમારના રાજીનામાની માંગ કરતા કહ્યું કે, ”આજે ભારત એક નિર્ણાયક ક્ષણનો સામનો કરી રહ્યું છે. બિહારમાં મહિલાઓના મૂલ્યને પડકારવામાં આવી રહ્યું છે. મારું માનવું છે કે આ પડકારનો માત્ર એક જ જવાબ છે, તેમનું રાજીનામું. મારું માનવું છે કે એક હિંમતવાન મહિલાએ આગળ આવીને બિહારના મુખ્યમંત્રી પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરવી જોઈએ.”
PM મોદીને કેમ સમર્થન કરે છે મૈરી મિલબન?
મૈરી મિલબેને કહ્યું કે, “જવાબ સરળ છે. હું ભારતને પ્રેમ કરું છું. મારું માનવું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ભારતીય નાગરિકોની પ્રગતિ માટે સૌથી સારા નેતા છે. તેઓ અમેરિકા-ભારતના સંબંધો અને વિશ્વની વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે સૌથી બેસ્ટ નેતા છે.વડાપ્રધાન મહિલાઓ માટે ઉભા છે.”
નીતિશ કુમારે માફી માંગી
નીતીશ કુમારે મંગળવારે જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે મહિલાઓની વચ્ચે શિક્ષણના મહત્વ પર ભાર આપતા એક મોટો વિવાદ ઉભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક શિક્ષિત મહિલા સંભોગ દરમિયાન તેના પતિને રોકી શકે છે. તેમની ટિપ્પણીઓની વિપક્ષો અને મહિલા જૂથોએ ટીકા કરી. તેમની ટિપ્પણી પર હોબાળો મચ્યા બાદ નીતિશ કુમારે બુધવારે માફી માંગી અને કહ્યું કે તેઓ તેમના શબ્દો પાછા લઈ રહ્યા છે.
ADVERTISEMENT