‘મારી વાત ખરાબ લાગી હોય તો…’, મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદનને લઈ નીતિશ કુમારે માંગી માફી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં વસ્તી નિયંત્રણને લઈને આપેલા ભાષણને લઈને કહ્યું કે મેં તો મહિલાઓના શિક્ષણની વાત કરી હતી. જો કોઈને દુઃખ થયું હોય…

gujarattak
follow google news

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં વસ્તી નિયંત્રણને લઈને આપેલા ભાષણને લઈને કહ્યું કે મેં તો મહિલાઓના શિક્ષણની વાત કરી હતી. જો કોઈને દુઃખ થયું હોય અને મારી વાત ખરાબ લાગી હોય તો હું માફી માંગુ છું.

સીએમ નીતિશ કુમારે માફી માંગી

મુખ્યમંત્રી નીતિશ કુમારે વસ્તી નિયંત્રણ પર આપેલા નિવેદન માટે વિધાનસભામાં માફી માંગી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સૌથી પહેલા સીએમ નીતિશ કુમારને વિધાનસભા સંકુલમાં ઘેરી લીધા હતા. તેમને ગૃહની અંદર જવા દેવામાં આવ્યા ન હતા. આ પછી સીએમ નીતિશ કુમાર વિધાન પરિષદના રસ્તેથી ગૃહમાં ગયા હતા. આ દરમિયાન સીએમ નીતિશ કુમારે મીડિયા સામે પોતાના નિવેદન માટે માફી માંગી.

…તો હું માફી માંગુ છુંઃ નીતિશ કુમાર

મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, “હું તો મહિલા શિક્ષણના ફાયદા જણાવી રહ્યો હતો. મેં કહ્યું હતું કે છોકરીઓ શિક્ષિત થતા જન્મદરમાં કેવી રીતે ઘટાડો થયો. મેં જે વાત કહી, તે સાચી હતી. પરંતુ મારા આ નિવેદન પર નિંદા કરવામાં આવી રહી છે અને લોકોને લાગી રહ્યું છે કે મેં ખોટી વાત કરી છે અથવા ખોટું કહ્યું છે, તો હું માફી માંગુ છું. હું મારી વાત પાછી લઉં છું. જો કોઈને દુઃખ થયું હોય અને મારી વાત ખરાબ લાગી હોય તો હું માફી માંગુ છું.”

હું મારી વાત પાછી લઉં છુંઃ નીતિશ કુમાર

મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે બિહાર વિધાનસભામાં પ્રવેશ કર્યા બાદ મીડિયા સમક્ષ આવીને આ વાત કહી. સીએમ નીતીશ કુમારે ગૃહમાં પણ કહ્યું કે ‘જો મારી કોઈ વાતથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. હું મારી વાત પાછી લઉં છું.’ તેઓએ કહ્યું કે બિહારમાં મહિલાઓ માટે ઘણું કામ થઈ રહ્યું છે. આરક્ષણને લઈને ઘણું કામ થઈ રહ્યું છે.

    follow whatsapp