નીતિશ કુમાર ફરી બન્યા બિહારના CM, ફ્લોર ટેસ્ટમાં 129 મત્ત મેળવ્યા

નીતિશ કુમાર ફરી બન્યા બિહારના CM, ફ્લોર ટેસ્ટમાં 129 મત્ત મેળવ્યા

નીતિશ કુમાર ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી

Nitish Kumar Become New CM Of Bihar After Floor test

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

નીતિશ કુમાર બિહારના નવા મુખ્યમંત્રી બન્યા

point

બિહાર વિધાનસભા ફ્લોર ટેસ્ટમાં 129 મત મેળવ્યા

point

વિપક્ષી નેતાઓ અને ધારાસભ્યોનું ગૃહમાંથી વોકઆઉટ


Bihar Floor Test LIVE : બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો છે. એનડીએ સરકારની તરફેણમાં 129 મત પડ્યા છે. જ્યારે વિપક્ષ પહેલાથી જ ગૃહમાંથી વોકઆઉટ કરી ચૂક્યો હતો.


બિહાર ફ્લોર ટેસ્ટ LIVE: બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ સરકાર આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો હતો. તે પહેલા પટનામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. એક તરફ બીજેપી-જેડીયુએ પર્યાપ્ત સંખ્યાનો દાવો કર્યો, તો બીજી તરફ આરજેડીએ કહ્યું કે ઓપરેશન લેન્ટર્ન બિહારમાં ઓપરેશન લોટસને ઢાંકી રહ્યું છે.

બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ

બિહાર ફ્લોર ટેસ્ટ LIVE: બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ સરકાર આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાની છે, તે પહેલા પટનામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. એક તરફ બીજેપી-જેડીયુએ પર્યાપ્ત સંખ્યાનો દાવો કર્યો, તો બીજી તરફ આરજેડીએ કહ્યું કે ઓપરેશન લેન્ટર્ન બિહારમાં ઓપરેશન લોટસને ઢાંકી રહ્યું છે. 

આરજેડી કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેજસ્વીના ઘરે હાજર રખાયા હતા

આરજેડી અને કોંગ્રેસ સહિત મહાગઠબંધનમાં સમાવિષ્ટ તમામ ધારાસભ્યોને પટનામાં તેજસ્વીના ઘરે રાખવામાં આવ્યા હતા. જ્યારે ભાજપ-જેડીયુના ધારાસભ્યોને ચાણક્ય હોટેલ અને પાટલીપુત્ર હોટલમાં રાખવામાં આવ્યા હતા.

બિહાર વિધાનસભાના 122 નો બહુમતીનો આંકડો મેળવ્યો

બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે. બહુમતીનો આંકડો 122 છે. જ્યારે NDA પાસે 128 વિધાનસભા સભ્યો છે. જેમાં ભાજપ પાસે 78 સીટો છે, જેડીયુ પાસે 45 સીટો છે, હિન્દુસ્તાની આવામ મોરચા (એચએએમ) પાસે 4 સીટો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષ પાસે 114 ધારાસભ્યો છે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે.

    follow whatsapp