નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને આડે હવે એક વર્ષ પણ બાકી નથી. લોકસભા અંગે એક્ટિવ પાર્ટીઓ પોત પોતાના ગ્રુપને મજબુત કરવાની કવાયત કરી રહી છે. બિહારમાં સત્તાધારી મહાગઠબંધન ગત્ત થોડા સમયથી વિવાદ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જનતા દળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતા દળ સબ સલામત હોવાનો ડોળ તો કરે છે પરંતુ આંતરિક ખેંચતાણ પોતાના ચરમ પર છે.
ADVERTISEMENT
ચંદ્રશેખર, સુધાકરસિંહ અને સુનીલ સિંહ સાથે વિવાદ હાલ સમાચારોમાં હતા કે મુખ્યમંત્રી નીતીશ કુમારે આરજેડી કોટાના મંત્રીનો નિર્ણય રદ્દ કરી નાખ્યો છે. નીતીશના નેતૃત્વ વાળી સરકારમાં આરજેડી કોટાના મંત્રી આલોક મહેતાએ રાજસ્વ અને ભૂમિ સુધાર વિભાગમાં 480 અધિકારી-કર્મચારીઓના ટ્રાન્સફર કર્યા હતા. સીએમ-નીતીશે આ તમામ ટ્રાન્સફર રદ્દ કરી દીધા છે. ટ્રાન્સફરના આદેશ રદ્દ કરવા પાછળ સરકારે નિયમોનું ધ્યાન નહી રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. નીતીશનાં આ નિર્ણયને પ્રેશર પોલિટિક્સ તરીકે જોવામાં આવી રહ્યું છે.
બિહારના વરિષ્ઠ પત્રકાર સંજય પાંડેએ નીતીશના આ પગલા અંગે કહ્યું કે, તેઓ ખુબ જ અનુભવી નેતા છે. રાજનીતિ, રાજનીતિક દળની સાથે જ જનતા અંગે પણ સારી સમજ ધરાવે છે. નીતીશ કુમાર છેલ્લા 18 વર્ષથી રાજ્યની ડ્રાઇવિંગ સીટ પર છે. નીતિશ પ્રેશર પોલિટિક્સના નિષ્ણાંત છે અને ચંદ્રશેખરનો મામલો હોય કે હવે આલોક મહેતાનો આદેશ રદ્દ કરવાનો મામલો, તમામ પ્રેશર પોલિટિક્સ જ છે. નીતીશની રણનીતિ લોકસભા ચૂંટણી અંગે સીટ વહેંચણી પર પોતાની શરતો પર વાત કરે છે.
ગઠબંધનમાં સીટ વહેંચણી અંગે મડાગાંઠ
બિહારમાં સીટ વહેંચણીનું ગણિતમાં મડાગાંઠ પડેલી છે. વિધાનસભામાં સંખ્યાબળની દ્રષ્ટીએ આરજેડી સૌથી મોટી પાર્ટી છે તો લોકસભામાં સંખ્યાબળની દ્રષ્ટીએ જેડીયુ. આ બંન્ને દળ મહત્તમ સીટો પર ચૂંટણી લડવા માંગે છેતો બીજી તરફ કોંગ્રેસના પ્રયાસ પણ સન્માનજનક સીટો મેળવવા માટેની છે. લેફ્ટ પાર્ટિઓ પણ આશરે અડધો ડઝન સીટો ઇચ્છે છે.
લોકસભામાં બિહારની 40 સીટો છે. કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ આશરે 16 સીટો પર ચૂંટણી લડવા માંગે છે. જેડીયુએ 2019 ની ચૂંટણીમાં 17 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. પાર્ટી 17 થી ઓછી સીટો પર માને તેવી શક્યતા નહીવત્ત છે. સીટ વહેંચણીની મડાગાંઠ વચ્ચે પોતાના મન અનુસાર સીટો મેળવવા માટે પણ રાજનીતિક દાવ પેંચ ચાલી રહ્યા છે.
ADVERTISEMENT