નીતિન પટેલનું દર્દ છલકાઈ આવ્યું: જાહેરમાં કહ્યું, હું મહેસાણા છોડવાનો નથી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ચૂંટણી ન લડવા…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ચૂંટણી ન લડવા અંગે નો નિર્ણય કર્યો છે. ત્યારે નીતિન પટેલ પણ ચૂંટણીના મેદાને નહીં જોવા મળે. ચૂંટણી ન લડવાના નિર્ણય બાદ આજે નીતિન પટેલના હાસ્ય પાછળનું દર્દ છલકાઈ આવ્યું છે. તેમણે કહ્યું કે, હું અલગ માટીનો ખેલાડી, લડાવીને જતા રહેવા વાળો નથી.

નીતિન પટેલનું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ સામેથી મોવડીમંડળને પત્ર લખીને નહીં લડવાની જાહેરાત કરી હતી. નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ રાતોરાત ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં જ રાજકારણ પણ ગરમાયું હતું. એવું પણ કહેવાય છે કે નીતિન પટેલે તેમના ત્રણ સમર્થકોને કડી, વિજાપુર અને મહેસાણા બેઠકોની ટિકિટ અપાવવામાં સફળતા મેળવી છે. મહેસાણા ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ સાથે મંચ પર જોવા મળેલા નીતિનભાઈએ કાર્યકરોને કહ્યું હતું કે તમને બધાને નવાઈ લાગતી હશે કે મેં કેમ સામેથી ના પાડી. મહેસાણામાં એકતરફી અભિપ્રાય મારો આવ્યો હતો. મોવડીમંડળ મારા નામની જાહેરાત કરે એ પહેલાં મેં સામેથી પત્ર લખીને ના પાડી છે.

હું મહેસાણા મૂકવાનો નથી
પૂર્વ નાયબ મુખ્યમણત્રી નીતિન પટેલે કહ્યું કે, તમને બધાંને કહી દવ હું મહેસાણા છોડવાનો નથી. ચૂંટણી લડાઈને જતો રહેવા વાળો આ ખેલાડી નથી. એ રાજકારણીઓ જુદા. આ બધા અહી હાજર છે એમને પૂછો. જેટલી મી મહેસાણાની ખબર રાખી છે. એટલી કડીની મને ખબર હોય જ.

    follow whatsapp