'મોતી વેરાણા ચોકમાં...', ઓસ્માન મીરના ગરબા પર ઝૂમી ઉઠ્યા નીતા અંબાણી, જુઓ VIDEO

Nita Ambani at NMACC: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)એ એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે NMACC ખાતે વાર્ષિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત ત્રિવેદી અને ઓસ્માન મીર દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું.

Nita Ambani

Nita Ambani

follow google news

Nita Ambani at NMACC: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)એ એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે NMACC ખાતે વાર્ષિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત ત્રિવેદી અને ઓસ્માન મીર દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું. એક વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેમાં ઓસ્માન મીર અને અમિત ત્રિવેદી 'મોતી વેરાણા ચોકમાં' ગાઈ રહ્યા છે, જ્યારે ઓડિયન્સ તરફ બેઠેલ નીતા અંબાણી આ ગરબા પર ઝૂમી રહ્યા છે. વીડિયોમાં નીતા અંબાણીની સાથે પીળા ડ્રેસમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા પણ દેખાય છે.

NMACCનું 1 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી

આ પ્રસંગે નીતા અંબાણીએ ત્યાં હાજર લોકોનું સ્વાગત કર્યું. તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે NMACCએ એક વર્ષ પૂર્ણ કર્યું છે. પરંતુ તેની યાદો એટલી તાજી છે કે જાણે ગઈકાલે જ તેનું ઉદ્ઘાટન થયું હોય તેવું લાગે છે. છેલ્લા એક વર્ષમાં NMACCને જે પ્રકારનો પ્રતિસાદ અને પ્રશંસા મળી છે તે મારા જીવનની સૌથી સુંદર યાદગીરી છે.

નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે હું ખુશીથી ભરેલા મારા હ્રદય અને કૃતજ્ઞતાની ઊંડી લાગણી સાથે તમારી સામે ઉભી છું. પહેલા અસાધારણ વર્ષ બદલ આભાર! તમારી હાજરીએ અમને ઉત્સાહિત કર્યા છે. તમારી પ્રશંસાએ અમને પ્રેરણા આપી છે અને કળા પ્રત્યેના તમારા પ્રેમ અને અમારા પ્રિય દેશે આ સુંદર યાત્રાને આકાર આપ્યો છે. હૃદયપૂર્વક આભાર.

366 દિવસમાં 700 શો યોજાયા

નીતા અંબાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, છેલ્લા 366 દિવસમાં NMACCમાં 670 કલાકારોના 700 થી વધુ શો થયા છે અને તેમાં 10 લાખથી વધુ દર્શકો આવ્યા છે. અમારા આર્ટ હાઉસમાં ઘણા અદ્યતન પ્રદર્શનો છે, જે વિશ્વને પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યા છે.

નાના શહેરોના કલાકારોને 'સ્વદેશ'નો સહયોગ મળ્યો

તેમણે વધુમાં કહ્યું કે અમારા 'સ્વદેશ' ચળવળ દ્વારા દેશના ગ્રામીણ અને નાના શહેરોમાંથી આવતા કલાકારોને સમર્થન મળ્યું છે. આપણા માટે ગર્વની વાત છે કે અમે ભારતની વર્ષો જૂની કળાને સ્પોટલાઇટ આપવા સક્ષમ છીએ.

    follow whatsapp