નવી દિલ્હી : ચીન ન્યુઝીલેન્ડનું સૌથી મોટું નિકાસ બજાર છે. ક્રિસ હિપકિન્સ સાથે ઘણી કંપનીઓના ટોચના અધિકારીઓ પણ ચીનની મુલાકાતે ગયા છે. જેથી બંને દેશો વચ્ચે વેપાર વધારી શકાય. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ હિપકિન્સ રવિવારે ચીનની મુલાકાતે બેઇજિંગ જવા રવાના થયા હતા. જો કે, તેમની મુલાકાત એક અજીબ કારણસર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિસ હિપકિન્સ ચીનના પ્રવાસે એરફોર્સના બે એરક્રાફ્ટ લઈને ગયા છે. આમાંથી એક વિમાનમાં વડાપ્રધાન અને અન્ય લોકો સવાર હતા, જ્યારે બીજા વિમાનને બેકઅપ માટે મોકલવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પીએમનું પ્લેન પણ 30 વર્ષ જુનું છે
હવે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન આને લઈને પોતાના જ દેશમાં ટીકાકારોના નિશાના પર આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યુઝીલેન્ડના વડાપ્રધાન બોઈંગ 757 એરક્રાફ્ટમાં ચીનના પ્રવાસે ગયા છે. ન્યુઝીલેન્ડ એરફોર્સના કાફલામાં આ એરક્રાફ્ટ 30 વર્ષ જૂના છે અને તેનું આયુષ્ય લગભગ પૂર્ણ થઇ ચુક્યું છે. આ વિમાનો 2028-30 માં બદલવાના છે. આ જ કારણ છે કે આ વિમાનોમાં ઘણીવાર ટેકનિકલ ખામી સર્જાય છે. ચીનના પ્રવાસે જતી વખતે પણ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે કોઈ સમસ્યા ન થાય તે માટે બેકઅપમાં એક વધારે પ્લેન લઇ જવામાં આવ્યું હતું.
પીએમ પર ટિકાકારોએ મારો શરૂ કર્યો
જો કે આ નિર્ણયથી ન્યુઝીલેન્ડના પીએમ પર ટિકાકારો વરસી રહ્યા છે. ચીન ન્યુઝીલેન્ડનું સૌથી મોટું નિકાસ બજાર છે. ક્રિસ હિપકિન્સ સાથે ઘણી કંપનીઓના ટોચના અધિકારીઓ પણ ચીનની મુલાકાતે ગયા છે. જેથી બંને દેશો વચ્ચે વેપાર વધારી શકાય. આવી સ્થિતિમાં ક્રિસ તેમના મહત્વના પ્રવાસમાં કોઈ વિક્ષેપ નહોતા ઈચ્છતા પરંતુ વિપક્ષી પાર્ટીઓ ક્રિસ હિપકિન્સને ચીનની મુલાકાતે બે વિમાન લઈ જવા બદલ ટીકા કરી રહી છે.
ન્યુઝીલેન્ડનાં 600 વખત આંટા મારો તેટલું પ્રદુષણ ફેલાવ્યું
વિપક્ષી નેતા ડેવિડ સેમરે પીએમના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, એક વધારાનું વિમાન એટલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરશે કે તે ન્યૂઝીલેન્ડની આસપાસ 606 વખત ફોર્ડ રેન્જર ચલાવવાની સમકક્ષ હશે. સેમરે કહ્યું કે, કેટલાક લોકો મુસાફરી દરમિયાન વધારાના મોબાઈલ ચાર્જર લઈ જાય છે, પરંતુ વડાપ્રધાન આખુ પ્લેન લઇ ગયા. બીજી તરફ ન્યુઝીલેન્ડ એરફોર્સની પણ જુના વિમાનોને કારણે મજાક ઉડાવવામાં આવી રહી છે. ક્રિસ હિપકિન્સને સોશિયલ મીડિયા પર પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભૂતકાળમાં પણ ટેકનિકલ ખામીના કારણે સમસ્યાઓ થઇ ચુકી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં રાજ્યના પ્રવાસ દરમિયાન પ્લેન ખરાબ થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. પૂર્વ પીએમ જેસિન્ડા આર્ડર્નને એક વખત પ્લેનમાં ખામીને કારણે એન્ટાર્કટિકા પર લેન્ડ કરવું પડ્યું હતું. બાદમાં તે ઇટાલિયન પ્લેનમાં પરત ફર્યા હતા. એ જ રીતે એક વખત અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમના પ્લેનમાં ખામી સર્જાઈ હતી અને તેમને પેસેન્જર પ્લેન દ્વારા ન્યુઝીલેન્ડ પરત ફરવું પડ્યું હતું. જેના કારણે ન્યુઝીલેન્ડ સરકારની વૈશ્વિક સ્તરે ખુબ જ નાલેશીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT