નવી દિલ્હી: દેશની રાજધાનીમાં લોકોને મફત વીજળી આપનાર આમ આદમી પાર્ટીની સરકારે હવે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે આવતા મહિનાથી ફક્ત તે જ લોકોને વીજળીમાં સબસિડી મળશે જે તેના માટે અરજી કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને પણ ફ્રી વીજળીની ગેરેન્ટી આપી છે ત્યારે જો હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો આ નિયમ ગુજરાત માટે પણ લાગુ કરવામાં આવશે તે જોવાનું રહ્યું.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ અરવિંદ કેજરીવાલે આ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો મફત વીજળી લેવા માંગતા નથી. હવે દિલ્હીમાં માત્ર એવા લોકોને જ વીજળી સબસિડી મળશે જેઓ તેના માટે અરજી કરશે. તમે આજથી અરજી કરવાનું શરૂ કરી શકો છો.
દિલ્હીમાં 30 લાખ લોકોને વીજળી ફ્રીમાં મળે છે
અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું કે, દિલ્હીમાં પહેલા વીજળી ઘણી જતી હતી, પરંતુ ખૂબ મહેનત કરીને અમે વીજળીની વ્યવસ્થા સારી બનાવી છે. હવે લગભગ દરેક જગ્યાએ 24 કલાક વીજળી ઉપલબ્ધ છે. અમે ભ્રષ્ટાચાર નાબૂદ કરીને વીજળીના લીકેજને અટકાવીને સરકારના ઘણા પૈસા બચાવ્યા છે. તેથી જ અમે લોકોને મફત વીજળી આપી છે. આ કટ્ટર પ્રામાણિક સરકારના કારણે જ શક્ય બન્યું છે. દિલ્હીમાં કુલ 58 લાખ સ્થાનિક ગ્રાહકો છે, જેમાંથી 47 લાખને સબસિડી મળે છે. તેમાંથી 30 લાખ લોકો એવા છે જેમનું વીજળી બિલ શૂન્ય છે. જ્યારે 16-17 લાખ લોકોના બિલ અડધા આવે છે. 200 યુનિટ સુધીની વીજળી મફત છે, જ્યારે 200-400 યુનિટ સુધી વીજળીનું બિલ અડધું આવે છે.
હવે દિલ્હીમાં વીજળી પર સબસિડી મેળવવા માટે કેજરીવાલે કહ્યું કે, વીજ બિલ સાથે એક ફોર્મ આવશે. ફોર્મ વીજ બિલ કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે. તેમણે કહ્યું કે અમે એક નંબર (7011311111) જાહેર કરી રહ્યા છીએ. આ નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પર મેસેજ આવશે. તેમાં એક લિંક હશે. જે વોટ્સએપ પર ફોર્મ ખુલશે. જેમના મોબાઈલ નંબર નોંધાયેલા છે તેમને પણ મેસેજ મોકલવામાં આવશે. 31 ઓક્ટોબરે ફોર્મ ભરનારા લોકોને યોજનાનો લાભ મળશે. આગામી મહિનામાં ફોર્મ ભરવા પર, અગાઉના મહિનાનું બિલ સબમિટ કરવાનું રહેશે. તેમણે કહ્યું કે તેમની સરકાર આ અંગે ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન ચલાવશે.
ADVERTISEMENT