દિલ્હી: દેશમાં નવા લેબર કોડને (Labour Code) લાગુ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર લાગી છે. સરકારે નોકરિયાત લોકોની વર્કિંગ લાઈફમાં ફેરફાર માટે નવા નિયમ લાગુ કરવાની તૈયારીમાં છે. જોકે નવા લેબર કોડને દેશમાં ક્યારે લાગુ કરવામાં આવશે, તેના પર હજુ સ્પષ્ટતા નથી. પરંતુ આ નક્કી છે કે તેને લાગુ કરવામાં આવશે. નવા કોડ લાગુ થયા બાદ સાપ્તાહિક રજાથી નોકરિયાત લોકોની સેલરીમાં ફેરફાર થશે. કંપનીઓને પોતાની વર્કિંગ સ્ટ્રેટર્જીમાં ફેરફાર કરવો પડી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ કહ્યું હતું કે ફ્લેક્સિબલ વર્ક પ્લેસિસ અને ફ્લેક્સિબલ વર્કિંગ કલાકો ભવિષ્યની જરૂરત છે.
ADVERTISEMENT
આ છે ચાર નવા લેબર કોડ
કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમામ રાજ્ય નવા લેબર કોડને એક સાથે લાગુ કરે. લોકોની પર્સનલ લાઈફ અને કામ વચ્ચે બેલેન્સ માટે આ નવા કોન્સેપ્ટને લાવવામાં આવી રહ્યો છે. ચાર નવા લેબર કોડ વેતન, સોશિયલ સિક્યોરિટી, ઈન્ડસ્ટ્રીયલ રિલેશન અને ઓક્યુપેશનલ સેફ્ટી સાથે જોડાયેલા છે.
3 દિવસની રજા પર ચર્ચા
નવા લેબર કોડ લાગુ થયા બાદ જે થનારા ફેરફારની સૌથી વધુ ચર્ચા છે તે છે ત્રણ દિવસનો વીકલી ઓફ. નવા લેબર કોડમાં ત્રણ રજા અને ચાર દિવસના કામનું પ્રાવધાન છે. જોકે કામના કલાકોમાં વધારો થશે. નવો લેબર કોડ લાગુ થયા બાદ તમારે ઓફિસમાં 12 કલાક કામ કરવું પડશે. અઠવાડિયામાં કુલ મળીને 48 કલાક કામ કરવું પડશે. આ બાદ તમને ત્રણ દિવસની અઠવાડિયામાં રજા મળશે.
રજાને લઈને થશે મોટો ફેરફાર
આ ઉપરાંત રજાઓને લઈને પણ મોટો ફેરફાર થશે. પહેલા કોઈપણ સંસ્થામાં લાંબી રજા માટે વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસ કામ કરવું જરૂરી હતું. પરંતુ નવા લેબર કોડ અંતર્ગત તમારે 180 દિવસ કામ કરવું જરૂરી થાય છે. 180 દિવસ કામ કર્યા બાદ તમે લાંબી રજા લઈ શકો છો.
ઓન હેન્ડ સેલેરી ઘટી જશે
નવા વેજ કોડ લાગુ થયા બાદ ટેક હોમ સેલેરી તમારા ખાતામાં પહેલા કરતા ઓછી આવશે. સરકારે નવા નિયમમાં જોગવાઈ કરી છે કે કોઈપણ કર્મચારીની બેસિક સેલેરી (CTC) તેની કુલ સેલેરીના 50 ટકા અથવા તેનાથી વધારે હોવી જોઈએ. જો તમારી બેસિક સેલેરી વધારે હશે તો PFનું યોગદાન વધી જશે. સરકાર આ જોગવાઈથી નિવૃત્તિ સમયે કર્મચારીઓને મોટી રકમ મળશે. સાથે જ ગ્રેજ્યુઈટીના પૈસા પણ વધારે મળશે અને તેમનું ભવિષ્ય આર્થિક રીતે મજબૂત થશે.
પુરુષો અને મહિલાઓને સમાન મહેનતાણુ
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે હાલમાં જ કહ્યું હતું કે અમે જૂના કાયદાને યુક્તિસંગત બનાવ્યો છે અને પુરુષો તથા મહિલાઓ બંને માટે યોગ્ય મહેનતાણુ સુનિશ્ચિત કરવા માટે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ વેજ સ્ટાન્ડર્ડ પર વિચાર કર્યો છે. તેમણે કહ્યું કે, 29 જુદા જુદા અધિનિયમોને ચાર નવા લેબર કોડમાં બદલી નાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT