ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની 9 જ દિવસમાં બદલીઃ અમદાવાદના ડે.કમિશનર તરીકે મુકાયા- IPSની પણ બદલી જાણો કોણ

ગાંધીનગરઃ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં આઈએએસ અધિકારીઓની બદલી વખતે રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર…

gujarattak
follow google news

ગાંધીનગરઃ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં આઈએએસ અધિકારીઓની બદલી વખતે રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. જોકે માત્ર 9 જ દિવસની અંદર રમેશ મેરજાને ભાવનગર કલેક્ટર તરીકેના પદભારમાંથી ખસેડી તેમના સ્થાને ડી કે પારેખને ભાવનગદરના નવા કલેક્ટર તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે.

રાજકીય રમત રમાઈ હોવાની ચર્ચાઓ
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના એમડી ડી કે પારેખને ભાવનગરના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમને ભાવનગરના કલેક્ટર બનાવવા અને મેરજાને અમદાવાદમાં લાવવા પાછળ કોઈ રાજકીય રમત રમાઈ હોવાની ચર્ચાઓએ આ બદલીના ઓર્ડરની સાથે સાથે જોર પકડી લીધું છે.

IPS અધિકારીઓના પદભારમાં ફેરફાર
આ ઉપરાંત સરકાર દ્વારા બે આઈપીએસ અધિકારીઓના પણ પદભારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગવર્નરના પ્રોટોકોલ એડીસી દિપકકુમાર મેઘાણીની બદલી કરીને ડીજીપી ઓફીસ ગાંધીનગર ખાતે એસપી લો એન્ડ ઓર્ડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 2018 બેચના આઈપીએસ અધિકારી વિકાસ સુંડાને તેમના સ્થાને ગવર્નરના નવા એડીસી બનાવવામાં આવ્યા છે.

    follow whatsapp