Nepal Landslide: નેપાળથી એક મોટી દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે, અહીંના મદન આશ્રિત હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોથી ભરેલી બે બસ હાઈવે નજીક વહેતી ત્રિશુલ નદીમાં પડતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. મળતી જાણકારી અનુસાર, બસ નદીમાં પડી ગયા બાદ નદીના જોરદાર પ્રવાહને કારણે બંને બસો નદીમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં 60થી વધુ મુસાફરો પણ ગુમ છે. હાલ ઘટનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
બચાવ કામગીરી શરૂ
ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ પણ બચાવ ટીમને મદદ કરી રહી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ બસ રાજધાની કાઠમંડુ જઈ રહી હતી. ભૂસ્ખલનને કારણે આ બસો અથડાઈ હતી અને આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને આ બસોમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો પાસેથી આ અકસ્માતની માહિતી મળી હતી. બસ નદીમાં પડી જતાં આ મુસાફરોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો અને બાદમાં પોલીસને ઘટનાની જાણ કરી હતી.
નેપાળના PM દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક
ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે સમાચાર એજન્સી ANIને ફોન પર જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે એક બસ કાઠમંડુ જઈ રહી હતી તેમાં 24 લોકો સવાર હતા, જ્યારે બીજી બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'નારાયણગઢ-મુગલીન રોડ સ્ટેશન પર ભૂસ્ખલનથી બસ વહી જવાથી લગભગ પાંચ ડઝન મુસાફરો ગુમ થયાના અહેવાલથી હું ખૂબ જ દુઃખી છું. હું સરકારની તમામ એજન્સીઓને પેસેન્જરોને શોધવા અને તેમને સુરક્ષિત રીતે બચાવવા માટે નિર્દેશ આપું છું.
મૌસમના કારણે 7 દિવસમાં 60 લોકોના મોત
નેપાળમાં વરસાદ અને ખરાબ હવામાનને કારણે કાઠમંડુથી ભરતપુરની તમામ ફ્લાઈટ્સ આગામી આદેશ સુધી રદ કરવામાં આવી છે. તે જ સમયે, છેલ્લા 7 દિવસમાં 62 લોકોના મોત થયા છે. જ્યારે 90થી વધુ લોકો ઘાયલ થયા છે.
ADVERTISEMENT