છત્તીસગઢમાં મતદાન વચ્ચે CRPFની ટીમ પર નક્સલી હુમલો, IED બ્લાક્ટથી એટેક કરાયો

Chattisgarh Election: છત્તીસગઢમાં આજે બીજા અને અંતિમ તબક્કા માટે 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન ધમતરીમાં સીઆરપીએફની ટીમ પર નક્સલી હુમલો થયો…

gujarattak
follow google news

Chattisgarh Election: છત્તીસગઢમાં આજે બીજા અને અંતિમ તબક્કા માટે 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન ધમતરીમાં સીઆરપીએફની ટીમ પર નક્સલી હુમલો થયો છે. પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર નક્સલવાદીઓએ એક પછી એક IED બ્લાસ્ટ કર્યા. આ દરમિયાન બાઇક પર સવાર બે સીઆરપીએફ જવાનોનો આબાદ બચાવ થયો હતો.

સુરક્ષા દળોને નક્સલીઓએ ટાર્ગેટ બનાવ્યા

સુરક્ષાદળોની ટીમ ઈલેક્શન સ્ટાફને સુરક્ષા પ્રદાન કરવા નીકળી હતી. સ્થળ પર બે આઈડીની પુષ્ટિ કરવામાં આવી છે. સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે નક્સલવાદીઓએ આ વિસ્ફોટ કર્યો હતો. ગઈકાલે જ નક્સલવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યા સુધી છત્તીસગઢની 70 બેઠકો પર સરેરાશ 5.71% મતદાન થયું હતું, જ્યારે MPમાં 10.4% મતદાન થયું હતું.

છત્તીસગઢમાં 70 બેઠકો પર મતદાન

મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. એમપીના ઈન્દોર, દિમાની, ઝાબુઆ અને ભીંડમાંથી હિંસાની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં હિંસાની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. મોરેનાની દિમાની સીટ પર પણ એરિયલ ફાયરિંગ થયું હતું. આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે. છત્તીસગઢમાં આ બીજા તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું હતું. એમપીમાં 2 હજાર 533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.

    follow whatsapp