ચંડીગઢ : પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ પત્ની ડૉ. નવજોત કૌર સાથે બે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. નવજોત સિંહ સિદ્ધુ તેમની પત્ની નવજોત કૌરની પાંચમી કીમોથેરાપી કરાવવા માટે યમુનાનગરની એક હોસ્પિટલમાં આવ્યા છે. ત્યાર બાદ તેમણે હોસ્પિટલના પલંગ પર રહેલા પત્નીને ભોજન કરાવતા હોય તેવો ફોટો ટ્વીટ કર્યો હતો. સિદ્ધુએ ટ્રીટમેન્ટ અંગે ખુબ જ ભાવુક પોસ્ટ લખી હતી.
ADVERTISEMENT
સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું કે, ઘા રુઝાઇ ગયા છે પરંતુ મુશ્કેલ કસોટીના માનસિક ઘા હજી પણ રહેશે. પાંચમો કિમો ચાલી રહ્યો છે. ડૉ.રુપિન્દરની નિપુણતા ખુબ જ મદદરૂપ થઇ. હાથ હલાવવાનો ઇન્કાર કર્યો છે તેથી મારી પત્નીને ભોજન કરાવી રહ્યો છું. છેલ્લા કીમો બાદ વેસ્ક્યુલર પ્રતિક્રિયાઓને ધ્યાને લેતા ગરમી અને અતિશય ભેજના કારણે તેને સાંત્વના માટે મનાલી લઇ જવાનો સમય આવી ચુક્યો છે.
ADVERTISEMENT