National Film Awards 2023: 69 મા નેશનલ ફિલ્મ ફેર એવોર્ડમાં ફિલ્મ RRR, સરદાર ઉધમ સિંહ અને ગંગુબાઇ કાઠીયાવાડીની બોલબાલા રહી હતી. બીજી તરફ આલિયા ભટ્ટ-કૃતિ સેનન બેસ્ટ એક્ટ્રેસ તો અલ્લુ અર્જૂન બેસ્ટ એક્ટર બન્યા હતા.
ADVERTISEMENT
National Film Awards 2023
જાહેરાત થઇ ચુકી છે. 69 માં નેશનલ ફિલ્મ એવોર્ડની એનાઉન્સમેન્ટ થઇ ચુકી છે. પુષ્પા-ધ રાઇઝ એક્ટર અલ્લુ અર્જૂનનો જલવો જોવા મળ્યો હતો. બીજી તરફ આલિયા ભટ્ટ-કૃતિ સેનને પણ બાજી મારી લીધી છે. એક્ટર અલ્લુ અર્જૂનને પુષ્પા- ધ રાઇઝ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ આલિયા ભટ્ટને ગંગુબાઇ કાઠિયાવાડી માટે અને કૃતી સેનને મિમી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
પુષ્પાની સામે બધા જ ફેલ
પુષ્પા ધ રાઇઝ પાર્ટ 1, 2021 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે રિલીઝ બાદ જ ધમાલ મચાવી દીધી હતી. દરેક વ્યક્તિની જીભ પર માત્ર પુષ્પા ભાઇનું નામ હતું. આ ફિલ્મમાં એક્ટર અલ્લુ અર્જૂને લીડ રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં તે અભિનેત્રી રશ્મિકા મંદાન સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. ફિલ્મના હિંદી વર્ઝને જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી હતી ફિલ્મના ગીત પણ ચાર્ટબસ્ટર પર હતા.
અલ્લુ અર્જુનની પોપ્યુલર ફિલ્મની વાત કરીએ તો તેમાં Ala Vaikunthapurramuloo, Rudhramadevi, Arya, Race Gurram, Parugu જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
ગંગુબાઇ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટને મળ્યો એવોર્ડ
આલિયા ભટ્ટે ફિલ્મ ગંગૂબાઇ કાઠીયાવાડી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. સંજય લીલા ભણસાળીની આ ફિલ્મ 2022 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં આલિયાએ મુંબઇ ક્વીન ઓફ માળિયા ગંગૂબાઇ કાઠિયાવાડીનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મે 129 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
મિમી બનીને કૃતિ સેનને જીત્યું દિલ
અભિનેત્રી કૃતિ સેનને પણ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. તેને ફિલ્મ મિમી માટે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ 2021 માં રિલીઝ થઇ હતી. તેને લક્ષ્મણ ઉટેકરે ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં કૃતિ સેનનો રોલ પણ ખુબ જ વખણાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પંકજ ત્રિપાઠીએ પણ મિમી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ જીત્યો હતો.
ADVERTISEMENT