નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : ચોમાસાની સીઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટી 131 મીટર ને પાર પહોંચી ચુકી છે. સતત પાણીની આવકના પગલે હાલમાં વીજ મથકો 24 કલાક ધમધમી રહ્યા છે. શનિવારે સાંજના સમયે અચાનક એવી ઘટના બની જેના કારણે વીજ ઉત્પાદન કરનાર તમામ અધિકારીઓનો જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કોઈ ખામી સર્જાવાને કારણે 1200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર અને 250 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર નામના વિજમથકો ઠપ્પ થઇ ગયા હતા. બંને વીજ મથકો અચાનક બંધ થઈ જતા અધિકારીઓમાં પણ ભાગદોડ મચી ગઇ હતી.
ADVERTISEMENT
વીજ ઉત્પાદન બંધ થતાં અંધારપટ્ટ છવાયો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ડેમનાં તમામ ટોચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીસેકના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફોલ્ટ શુ થયો જે શોધવા લાગી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જે ચોમાસાની સીઝન છે ત્યારે ચોમાસાની સિઝનમાં વીજળીનું ઉત્પાદન ભરપૂર થાય છે. આ ઉત્પાદનનો સૌથી પીક સમય હોય છે. તેવામાં વીજ મથકોમાં કોઈ ટેક્નિકલ ખામી થતા બંને વીજ મથકો બંધ થયા તેવી સ્થિતિમાં કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું. જેથી ત્યારે આ ઘટના બાદ તાત્કાલિક અધિકારીઓ ટીમ સાથે બંન્ને પાવર હાઉસમાં દોડી ગયા હતા. ટર્બાઇન તથા અન્ય તમામ મશીનરી લગાવનારી કંપની અને કન્સલ્ટન્ટ સાથે પણ વાત શરૂ કરી હતી. જો કે દોઢ કલાકની મહેનત બાદ આખરે ટર્બાઇન શરૂ થયા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, સમસ્યા કોઇ મોટી નહોતી માત્ર કપલરના એલબોમાં ખામી સર્જાય હતી. જે સમસ્યા હતી તેને આઇસોલેટ કરીને વીજ મથકો ફરી શરૂ કરી દેવાયા હતા. આ દરમિયાન 1થી દોઢ કલાક સુધી વિજળી ઉત્પાદન ઠપ્પ રહ્યું હતું. જે ખામી સર્જાઇ છે જે માટે ઓ એન્ડ એમને જાણ કરી દેવાઈ હતી.બસ કપલર એલબોમાં ખામી થઈ હતી. જે માટે કન્સલ્ટન્ટ કંપનીને જાણ કરી દેવાતા તેઓની ટીમ આવી જે ખામી છે તે દૂર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં નર્મદા ડેમના પાવર હાઉસની પીક સિઝન ચાલે છે. રોજનું 4 થી 5 કરોડનું વીજ ઉત્પાદન થાય છે. જો કે કુલ વીજ ઉત્પાદનમાં મધ્યપ્રદેશને 57 ટકા મહારાષ્ટ્ર ને 27 ટકા અને ગુજરા ને 16 ટકા મળે છે.
ADVERTISEMENT