લખનઉ : UP ની રાજધાની લખનઉમાં તહેનાત એડિશન એસપી (ASP) શ્વેતા શ્રીવાસ્તવના એકમાત્ર પુત્ર નામિશના મોતના મામલે મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ (સાર્થક સિંહ અને દેવશ્રી વર્મા) પુછપરછમાં જણાવ્યું કે, જ્યારે રેસ લગાવાઇ હતી ત્યારે જ નક્કી કરવામાં આવ્યું હતું કે, રસ્તામાં જે પણ આવે તેને ઉડાવી દેવા. બ્રેક નહી લગાવીએ. આ વાત આરોપી સાર્થકે દેવશ્રીને કહ્યું હતું કે, આ જ કારણ છે કે, માસુમને કચડીને SUV નિકળી ગઇ હતી.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીવાસ્તવના પુત્રના મોતના મામલે તપાસ કરી રહેલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, બંન્ને વચ્ચે રેસ લગાવવા દરમિયાન આ વાત થઇ હતી કે, કોઇ પણ રસ્તામાં આવશે તો તેને ઉડાવી દેશું પરંતુ બ્રેક નહી લગાવીએ. આ વાત આરોપી સાર્થક દેવશ્રીને કહી હતી કે, તેણે તેવું પણ કર્યું હતું. રસ્તા કિનારે સ્કેટિંગ કરી રહેલા માસુમ નામિશને SUV થી કચડીને નિકળી ગયા અને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો.
આરોપીઓને લાગી રહ્યું હતું કે પોલીસ ટ્રેસ નહી કરી શકે
CCTV ફુટેજમાં ગાડીનો નંબર પણ ટ્રેસ નહોતી થઇ શક્યો. આરોપીઓ વિચારી રહ્યા હતા કે, પિતા સપા નેતા રવિંદ્રસિંહ બંન્નેને બચાવી લેશે. આ જ કારણ છે કે, ઘટના બાદ ઘરે જઇને સૌથી પહેલા તેની માહિતી આપી હતી. ADCP પૂર્વી જોન સૈયદ અલી અબ્બાસના અનુસાર બંન્ને આરોપીઓ જે પ્રકારે ટક્કર મારી હતી અને સીસીટીવી ફુટેજ નહોતા મળ્યા, તેના કારણે તેમને લાગ્યું હતું કે, પોલીસે તેમને ટ્રેસ નહી કરી શકે.
ખબર જ હતી કે બાળક બચી નહી શકે
અકસ્માતના સમયે ગાડીમાં બેઠેલા સાર્થકસિંહ અને દેવશ્રી વર્માએ કબુલ કર્યું કે, ટક્કર એટલી જોરદાર હતી કે, તેને ખબર જ નહોતી કે બાળક નહી બચે. જેના કારણે ઘટના સ્થળેથી ભાગી ગયા. પોલીસના અનુસાર જે સ્થળ પર ઘટના થઇ ત્યાં કોઇ સીસીટીવી નહોતા. થોડા અંતરે એખ ચાની દુકાન પાસે લાગેલા સીસીટીવી દ્વારા એસયુવીની ઓળખ કરવામાં આવી અને તેનો રૂટ મેળવ્યો હતો. ગાડીનો નંબર મળ્યા બાદ બંન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
આરોપી યુવકના પિતા પર પણ કેસ દાખલ
આ મામલે ડીસીપી ઇસ્ટ આશીષ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ગાડી ખુબ જ સ્પીડમાં હતી. ટક્કર માર્યા બાદ બન્ને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. બંન્ને ગાડીમાં રેસની શરત લાગી હતી. પહેલા દેવશ્રીએ ગાડી ભગાડી અને ત્યાર બાદ સાર્થકસિંહે સાર્થકની ગાડી 120 ની સ્પીડથી ઉપર લઇ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નામિશ રસ્તાના કિનારે સ્કેટિંગ કરી રહ્યો હતો, ત્યારે સ્પીડથી આવી રહેલી ગાડીએ તેને ઉડાડ્યો તેને સીસીટીવી ફુટેજની મદદથી ગાડીને ટ્રેસ કરતા તેના ઘરથી પકડાયો છે.
ADVERTISEMENT